<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

રાજુલાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પથ્થરમારો : એકને ઇજા

પ્રેમલગ્ન બાદ વરઘોડો કાઢતા યુવતીના પરિવારજનોએ છુટાહાથની મારામારી કરી કર્યો પથ્થરમારો

અમરેલીના રાજુલાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પથ્થરમારો થયો હતો. યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ધામધૂમપૂર્વક યુવકનો વરઘોડો નીકળતા મારામારી થઈ હતી. થોડા દિવસ પહેલા યુવક, યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ આજે ધામધૂમપૂર્વક લગ્નનો વરઘોડો કાઢતા પથ્થરમારાની ઘટના ઘટી હતી. યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરતા 1 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે છૂટાહાથની મારીમારી અને પથ્થરમારાની ઘટના સામે આવી છે.

 

(4:44 PM IST)