<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગિરનારની તળેટીમાં આફ્રિકાથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા : ભવનાથના મેળામાં આધ્યાત્મિક અનુભૂતિ મેળવી

છેલ્લા 40 વર્ષથી આફ્રિકા સ્થાયી થયેલા ભાવિકે મેળાની સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા અને ભાવિકો માટે કરવામાં આવેલી ભોજનની ઉત્તમ સુવિધાના મન ભરીને વખાણ કર્યા

જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત પરંપરાગત ભવનાથનો મેળો આ વર્ષે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેમાં સાધુ-સંતોના દર્શન અર્થે છેક આફ્રિકાથી પણ શ્રદ્ધાળુઓ ગુજરાત પધાર્યા છે. આફ્રિકામાં ગુજરાતીઓની વિશાળ વસ્તી વસે છે, જે અંતર્ગત છેલ્લા 40 વર્ષથી ત્યાં સ્થાયી થયેલા પરેશભાઈ મહેતા ખાસ મેળાની રોનક જોવા અને આધ્યાત્મિક શાંતિ મેળવવા જૂનાગઢ આવ્યા છે. તેમણે મેળાની સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા અને ભાવિકો માટે કરવામાં આવેલી ભોજનની ઉત્તમ સુવિધાના મન ભરીને વખાણ કર્યા હતા. આ વર્ષે મહાશિવરાત્રિના મેળામાં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ની હાજરીએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું છે, જે મેળાના અદભૂત દ્રશ્યોને કંડારી રહ્યું છે. આમ, ભવનાથનો આ મેળો માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સાત સમંદર પાર વસતા શિવભક્તો માટે પણ આસ્થા અને સંસ્કૃતિના મિલનનું અનોખું ધામ બની રહ્યો છે.

(9:01 PM IST)