<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ૩ લાખ સુધીની ધિરાણમાં વ્યાજમાં અપાતી ૩% સબસીડી વર્ષ ૨૦૨૩.૨૪ની હજુયે બાકી : ત્વરિત ખેડૂતોના ખાતામાં જમા કરો

આંકોલવાડીથી ભાવનગર એસ.ટી.બસ સુવિધા પૂર્વવત કરો : જિલ્લા પંચાયતનાં પૂર્વ કારોબારી અધ્યક્ષ જીકુભાઈ સુવાગીયાની રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :  કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ૩ લાખ સુધીની ધિરાણમાં વ્યાજમાં અપાતી ૩% સબસીડી વર્ષ ૨૦૨૩.૨૪ની હજુયે બાકી હોય ત્વરિત ખેડૂતોના ખાતામાં જમા કરવા અને આંકોલવાડીથી ભાવનગર એસ.ટી.બસ સુવિધા પૂર્વવત કરવા જિલ્લા પંચાયતનાં પૂર્વ કારોબારી અધ્યક્ષ જીકુભાઈ સુવાગીયાએ રજૂઆત કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક લેખિત પત્ર પાઠવી જીકુભાઈ સુવાગીયાએ જણાવ્યું છે કે હાલ ખેડૂત સભાસદો સહકારી મંડળીઓમાંથી ટૂંકી મુદત નું કે.સી.સી.પાક ધિરાણ મેળવે છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા ૩ લાખ સુધીની રકમ ના વ્યાજમાં ૩% સબસીડી આપવામાં આવે છે વર્ષ ૨૦૨૩.૨૪ માં ધિરાણ સમયસર ખેડૂતોએ ભરી આપેલ છે અને મંડળીઓ દ્વારા પોર્ટલ ઉપર ઓનલાઈન એન્ટ્રીઓ કરી આપેલ છે છતાં પણ અત્યાર સુધી વ્યાજ ની સબસીડી ખેડૂતો ના બેંક ખાતા માં જમા થયેલ નથી, વિલંબ થવાના કારણે ખેડૂતો ને નાણાની જરૂરિયાત હોય જેથી ખેડૂતોમાં નારાજગી ઉભી થયેલ છે તેમજ વિલંબ થવાને કારણે આ યોજનામાં સરકાર નાણા ખર્ચતા હોવા છતાં ક્રેડીટ મળતી ન હોય ખેડૂતોમાં અસંતોષ હોય સત્વરે ૩% નાણા બાકી હોય તે ચૂકવી આપવા માંગણી છે.
દરમિયાન જીકુભાઈ સુવાગીયાએ નાયબ મુખ્યમંત્રી-વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે આકોલવાડી ગામમાંથી વહેલી સવારે દરરોજ ઉપડતી આકોલવાડીથી ભાવનગર વાયા અમરેલી બસ ચાલુ હતી. જે હમણા એસ.ટી. વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જેનાથી અહિયાં રહેતા મજુર તેમજ સામાન્ય જનતાને ખુબજ મુશ્કેલી થાય છે, અને એસ.ટી. વિભાગને પણ નુકશાની થાય છે કેમ કે આ બસ માં પુરતા પ્રમાણમાં મુસાફરો/ ટ્રાફિક પણ મળી રહેતો હોવા છતાં આં બસ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જેથી આ આકોલવાડી થી ભાવનગર એસ.ટી. બસ ફરી થી શરુ કરવા સુવાગીયાએ માંગણી કરી છે.

(9:47 PM IST)