<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મોરબીના અગ્રેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી.

બપોરે ભક્તો માટે 1500 કિલોના મહાપ્રસાદનું ભવ્ય આયોજન : રાત્રે ચાર પ્રહરની આરતીનો કાર્યક્રમ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીના અગ્રેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી .કાર્યક્રમ અંગે માહિતી આપતા મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી નિમિત્તે બપોરે મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ ચાલી રહેલી દેવી ભાગવત કથાની પૂર્ણાહુતિ પણ વિધિવત રીતે સંપન્ન થઈ છે. હાલ ભક્તો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.બપોરે ભક્તો માટે 1500 કિલોના મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો
મહાશિવરાત્રીની રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ હોય છે, જેને ધ્યાને લઈને અગ્નેશ્વર મહાદેવ મંદિરે રાત્રે ચાર પ્રહરની મહાપવિત્ર આરતીનું આયોજન કરાયું હતુ.
સંધ્યા આરતી બાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે પ્રથમ આરતી.
રાત્રે ૧૨:૦૦ વાગ્યે બીજી આરતી.
મધ્યરાત્રિએ ર:૦૦ વાગ્યે ત્રીજી આરતી.
વહેલી સવારે ૪ વાગ્યે ચોથી આરતી.
ત્યારબાદ સવારે ૬:૦૦ વાગ્યે નિયમ મુજબ નિત્યક્રમની આરતી.
ર૪ કલાક મંદિર ખુલ્લું રહેશે
સવારે પ વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને આવતીકાલ સવાર સુધી સળંગ ર૪ કલાક મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ આજે દર્શનનો લાભ લીધો છે

(12:03 AM IST)