<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

માળિયાના અંજીયાસર ગામની સીમમાંથી ૧૩.૫૦ લાખના વાયરની ચોરી: ૫ લાખનું નુકશાન.

૬૫૦૦ મીટર વાયર, તેમજ અન્ય સાધનો સહીત કુલ રૂ ૫ લાખ જેટલું નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :અંજીયાસર ગામની સીમમાં વીજલાઈન કામ ચાલતું હોય જ્યાં સાઈટ પરથી અજાણ્યો શખ્શો ૪૫૦૦ મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂ ૧૩.૫૦ લાખની ચોરી કરી લઇ ગયો છે તેમજ ૬૫૦૦ મીટર વાયર, તેમજ અન્ય સાધનો સહીત કુલ રૂ ૫ લાખ જેટલું નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

    યુપીના વતની હાલ મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા આશુતોષ દિનેશકુમાર ભારતીયાએ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી કલ્પતરૂ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા હોય અને કંપનીએ પાવર ગ્રીડ ૭૬૫ કેવી લાકડિયા અમદાવાદ વીજલાઈન કામ રાખેલ છે જે લાઈનના લોકેશન નંબર ૧૯/૦ થી ૧૯/૦૫ વચ્ચેના ભાગે આવેલ ૪૫૦૦ મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂ ૧૩,૫૦,૦૦૦ ની કોઈ ચોરી કરી લઇ ગયું છે તેમજ ૬૫૦૦ મીટર વાયર અને ઇન્સ્યુલેટર નંગ ૧૨ અને સ્પેસર નંગ ૩૫ તથા મેડિસીયન્સ જોઈટ નંગ ૧૨ અને ડબલ આઈ સસ્પેશન ફીટીંગ સેટ નંગ ૦૩ મળી કુલ રૂ ૫ લાખનું નુકશાની કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(12:09 AM IST)