News of Monday, 16th February 2026
કચ્છમાં ટ્રકમાં રેઢો પડેલ બે કરોડનો દારૂ ઝડપાયો
બુટલેગરો કોણ? એસએમસીની વધુ એક રેડમાં ચોખાની આડમાં છૂપાવેલ દારૂની રેલમછેલ ઝડપાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬: હજી બે દિવસ પહેલા જ એસએમસીએ કચ્છ તરફ આવતા ૧ કરોડનો દારૂ માળિયા પાસેથી ઝડપ્યો તે સમાચારોની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ એસએમસીએ કચ્છમાં વધુ ૨ કરોડનો દારૂ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.
એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા ભચાઉ ગાંધીધામ રોડ ઉપર વરસાણા ઓવરબ્રિજ પાસે આવેલ આશાપુરા હોટેલના ર્પાકિંગમાં રેઢી પડેલ ટ્રકમાંથી ૨ કરોડ ૬ લાખનો દારૂ ઝડપી પાડયો હતો. ચોખાની આડમાં આ દારૂનો જથ્થો છુપાવાયો હતો. ચોખાના ૪૪૦ કટા સાથે બે કરોડનો દારૂ ભરેલ રાજસ્થાન પાસીંગની આ ટ્રક કોણ મૂકી ગયું તેની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. દરમ્યાન પૂર્વ અને પヘમિ કચ્છ બંને પોલીસ જિલ્લામાં કરોડ રૂપિયાનો દારૂ ઝડપાઈ જવાનો સિલસિલો ચાલુ જ છે એ જોતા એવું લાગે છે કે બુટલેગરો કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા છે.(૨.૫)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
