News of Monday, 16th February 2026
પોરબંદરમાં ૧૩,૬૨ કરોડના ખર્ચે મરીન ટાસ્ક ફોર્સ માટે આવાસો અને પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત
કેબીનેટ મંત્રી અર્જૂનભાઇ મોઢવાડિયા અને રાજયકક્ષાના મંત્રી કમલેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

(પરશે પારેખ દ્વારા) પોરબંદર.તા.૧૬: ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશ ભાઇ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પોરબંદર જિલ્લાના કુછડી ખાતે નિર્માણ પામનાર મરીન ટાસ્ક ફોર્સ બી-૧૬ તથા સી-૦૪ આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ધ્યેય છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો અને વહીવટી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે.
રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં પોલીસ જવાનોની સુખાકારી માટે અંદાજે આશરે રૂ. ૧૩.૬૨ કરોડના ખર્ચે આધુનિક પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા છે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, ડીવાયએસપી શ્રી સુરજીત મહેડુ સહિતના અગ્રણીઓ રામદેભાઈ મોઢવાડિયા, સાગર મોદી, રામભાઈ કરગઠીયા, હરેશભાઈ ગોહિલ, અરસીભાઈ ખૂંટી, ભુરાભાઈ કેશવાલા તેમજ મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કમાન્ડોઉપસ્થિત રહ્યા હતા.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
