<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

વેરાવળના ભીડીયામાં ગેસ લિકેજથી આગઃ ટીવી જોઇ રેહલો રાકેશ દાઝી ગયોઃ ઘરવખરી બળી ગઇ

માતા બહાર ડેલીએ બેઠા હોઇ બચી ગયાઃ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૬: સોમનાથ વેરાવળના ભીડીાય પ્લોટમાં સાંજે ઘરમાં ગેસ લિકેજથી આગ ભભૂકતા ટીવી જોઇ રહેલો યુવાન દાઝી ગયો હતો. તેમજ આગને કારણે ઘરવખરી પણ બળી ગઇ હતી. દાઝી ગયેલા યુવાનને વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ ભીડીયા પ્લોટમાં દશામાના મંદિર પાસે રહેતો રાકેશભાઇ મેઘજીભાઇ પાંજરી (ઉ.વ.૨૭) નામનો માછીમાર યુવાન સાંજે સાતેક વાગ્યે ઘરમાં ટીવી જોઇ રહ્યો હતો તે વખતે અચાનક રસોડામાં ગેસનો બાટલો ધડાકા સાથે ફાટતાં અને આગ ભભુકતાં રાકેશભાઇ આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને આદિત્ય બીરલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

રાકેશભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને અપરિણિત છે, તે માછીમારી કરી પરિવારને મદદરૂપ થાય છે. સગાના કહેવા મુજબ રાકેશભાઇ ઘરમાં ટીવી જોઇ રહ્યો હતો, તેના માતા બહાર ડેલી પાસે બેઠા હતાં. આ વખતે અચાનક ગેસ લિકેજ થવાથી કે અન્ય કારણોસર બાટલો ફાટતાં આખા ઘરમાં આગ પ્રસરી ગઇ હતી. રાકેશભાઇ ભાગે એ પહેલા આગની લપેટમાં આવી ગયો હતો. બે રૂમમાં આગ પ્રસરી થતાં તમામ ઘરવખરીને પણ મોટી નુકસાની થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્રભાસપાટણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:25 PM IST)