<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

વિસાવદરના રાજપરા નેશ રવેચી ધામમાં ૧૮ ચારણ કન્‍યાનો સમૂહ લગ્નોત્‍સવ સંપન્ન

રાજભા ગઢવીએ સોના અને ચાંદી સહિત ૧૧૧ વસ્‍તુઓ આપીઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કળષિમંત્રી જીતુભાઇ વાઘાણી સહિત નેતાઓની ઉપસ્‍થિતિ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: રાજપરા નેશ રવેચી ધામના પાવન સાનિધ્‍યમાં ૧૮ ચારણ કન્‍યાનાં સમુહ લગ્નોત્‍સવ સંપન્ન થયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું કે, જૂનાગઢના રવેચી ધામ, રાજપરા ખાતે આયોજિત ચારણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્‍સવમાં સહભાગી થવાનો અવસર મળ્‍યો. આ ભગીરથ કાર્ય માટે લોકસાહિત્‍યકાર શ્રી રાજભા ગઢવી તેમજ તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.રાજ્‍યના કળષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું કે, ‘‘ગીરના નેહડાથી ગુંજે સંસ્‍કારની પરંપરા - માવલના માંડવે દીકરીનો ગૌરવ.''  તાલુકાના રાજપરા (નેસ), ગીરના નેહડા વિસ્‍તારમાં રવેચી ધામના પાવન સાનિધ્‍યમાં રાજભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચારણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્‍સવ નિમિતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં ઉપસ્‍થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.ગીરના નેહડાની પવિત્ર ધરા પર ગ્રામ્‍ય સંસ્‍કળતિ, પરંપરાગત વેશભૂષા અને વડીલોના આશીર્વાદ સાથે ગૌરવપૂર્ણ વાતાવરણ સર્જાયું..લગભગ ૧૧૦૦ વર્ષ પહેલાં મહાન ચારણ પુરુષ માવલ ચારણ દ્વારા શરૂ કરાયેલી ‘‘માવલના માંડવે'' જેવી ઐતિહાસિક અને ગૌરવસભર પરંપરા દીકરીના સન્‍માન અને સમાજની એકતા સાથે જોડાયેલી આ પરંપરાને રાજભા ગઢવી દ્વારા શરૂ કરીને તેને નવી જીવંતતા આપવામાં આવી છે, આ સમૂહ લગ્નોત્‍સવ નિમિતે યોજાયેલ લોકડાયરામાં ચારણ સમાજની કુલ ૧૮ દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગની આનંદમય ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે લોકસાહિત્‍યકારો જીતુદાન ગઢવી, અભયદાન ગઢવી, મહેશદાન ગઢવી, દેવરાજ ગઢવી, હકાભા ગઢવી, સોનલ ધામ મઢડાના મહંત પૂ. ગિરીશ આપા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત આગેવાનોની ગૌરવપૂર્ણ ઉપસ્‍થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્‍યું. સમૂહ લગ્નોત્‍સવ જેવી સેવાભાવી પરંપરા સમાજમાં એકતા, સંસ્‍કાર અને સહકારનું ઉત્તમ પ્રતિક છે. રાજભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્‍ટનું આ સેવાકાર્ય દીકરીઓના સન્‍માન અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે પ્રેરણારૂપ છે. રાજભા ગઢવીએ સોના અને ચાંદી સહિત ૧૧૧ વસ્‍તુઓ આપી ૧૮ દીકરીઓને સાસરે વળાવી હતી. રાજભા ગઢવી-ગીર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્રારા ચતુર્થસમૂહલગ્નનું દ્વારા આયોજન કરાયું હતું. રાજપરા ગામે રવેચી માતાજીના મંદિરે આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં લોકસાહિત્‍ય કાર રાજભા ગઢવીએ ૧૮ દીકરીઓને સાસરે વળાવી હતી.તેમજ સોના-ચાંદીના દાગીના સહિત ૧૧૧ વસ્‍તુઓ કરિયાવરમાં અપાઈ હતી.આ સમુહ લગ્નોત્‍સવમાં આઈમાંઓ દેવલમાં બલિયાવડ, રૂપલમાં રામપરા-સંતો-મહંતો,સામાજીક-રાજકીય આગેવાનો, સ્‍વંયસેવકો જોડાયા હતા. કલાકારોએ ભજન- લોક્‍સાહિત્‍ય પીરસર્યું હતું. આ લગ્ન ચારણ સમાજની પરંપરા મુજબ યોજાયા હતા.અને જાનોનું સામૈયું કરવામાં આવ્‍યું હતું તેમજ ભોજન પણ પીરસવામાં આવ્‍યું હતું.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી,અનિરુદ્ધભાઈ દવે, કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ રિબડીયા, કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી- ઉપલેટા, મહેશદાન ગઢવી, અભયદાન ગઢવી, હકાભા ગઢવી, ગિરીશ આપાએ પણ હાજરી આપી હતી.

 જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્‍યું કે શ્રી રાજભા ગઢવી(ગીર) એજ્‍યુકેશનલ ટ્રસ્‍ટ - જૂનાગઢ દ્વારા આયોજિત ‘‘માવલને માંડવે''  યોજાયેલ યદુવંશી ચારણ સમાજના ભવ્‍ય સમૂહ લગ્નોત્‍સવ -૨૦૨૬ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે ઉપસ્‍થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. વિસાવદરના પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રિબડીયાએ જણાવ્‍યું કે  રવેચીધામ, રાજપરા ગીર ગામે શ્રી રાજભા (ગીર) સેવા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ જૂનાગઢ દ્વારા ગીરના નેહડામાં ચારણ સમાજની દીકરીઓના ભવ્‍ય સમૂહ લગ્નોત્‍સવમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાથે ઉપસ્‍થિત રહ્યા હતા

(1:11 PM IST)