News of Monday, 16th February 2026
જામનગરમાં મહાકાલ ગ્રુપ દ્વારા ભગવાન શિવજીની સવારીની સ્તુતિ સાથે બે આકર્ષક ઘોડીના નૃત્ય

(મુકુંદ બદીયાણી) જામનગર, નાગેશ્વર વિસ્તારમાં શિવ શોભાયાત્રા પસાર થઈ ત્યારે ભગવાન શિવજીની પાલખી સન્મુખ સ્થાનિક મહાકાલ ગ્રુપ દ્વારા ભક્તજનો માટે ૫૦૦ કિલો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથો સાથ બે આકર્ષક ઘોડીને તૈયાર કરવામાં આવી હતી, અને શિવ સ્તુતિ સાથે નળત્ય કર્યું હતું. જામનગરની રાજલ અને ઝોયા નામની બે ઘોડી કે જેના દ્વારા ભગવાન શિવજીની પાલખી સન્મુખ વિશેષ નળત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શિવજી કી સવારી આઈ ભોલે કી સવારીના ડી.જે. ના તાલે બંને ઘોડીઓ એકદમ નળત્ય કરવા લાગી હતી, જે દ્રશ્ય નિહાળીને સર્વ શિવભક્તોએ તાળીઓના ગડગડાટથી આ દ્રશ્યને વધાવી લીધું હતું. બંને ઘોડીઓ ભગવાન શિવજીની પાલખી સન્મુખ દર્શનની મુદ્રામાં ઉભેલી જોવા મળી હતી. મંડળના પ્રમુખ કિસન મકવાણાની રાહબરી હેઠળ ૩૫ થી વધુ યુવાનો એ ભગવાન શિવજીની પાલખીના દર્શન કર્યા હતા.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
