તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 16th February 2026
મોરબી જિલ્લા ભાજપના સંગઠનાત્મક માળખાની જાહેરાત : વિવિધ મોરચા અને હોદ્દેદારોની વરણી સાથે ચૂંટણીલક્ષી રણનીતિ તેજ કરાઈ : જુઓ સંપૂર્ણ યાદી
જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સંમતિથી ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ સહિતના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી

મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવા માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતીથી જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકમાં તમામ તાલુકાઓ અને જ્ઞાતિ સમીકરણોને પૂરતું પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારોની યાદી:
જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયા (મોરબી તાલુકો), યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા (વાંકાનેર શહેર), શ્રીમતી નિર્મળાબેન ડાયાલાલ હડીયલ (મોરબી શહેર), અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ (હળવદ શહેર), ચેતનગીરી સુરેશગીરી ગોસ્વામી (વાંકાનેર શહેર), શ્રીમતી કાજલબેન કિશોરભાઈ ચંડીભમર (મોરબી શહેર), રસિકભાઈ પ્રેમજીભાઈ વોરા (વાંકાનેર શહેર) અને મહેશભાઈ લવજીભાઈ લીંબિયા (ટંકારા તાલુકો) ની વરણી કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે નિર્મલભાઈ સામતભાઈ જારીયા (મોરબી શહેર), તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે (હળવદ શહેર) અને ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા (વાંકાનેર તાલુકો) જવાબદારી સંભાળશે.
જ્યારે મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (મોરબી શહેર), શ્રીમતી પીનાબેન બિપીનભાઈ પરીખ (હળવદ શહેર), શ્રીમતી દેવીકાબેન જયેશભાઈ ભંખોડીયા (મોરબી તાલુકો), પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી (હળવદ તાલુકો), શ્રીમતી ગૌરીબેન ભૂપતભાઈ કુકવા (વાંકાનેર તાલુકો), કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા (ટંકારા તાલુકો), શ્રીમતી રંજનબેન અરજણભાઈ હુંબલ (માળીયા તાલુકો) અને શ્રીમતી હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવત (ટંકારા તાલુકો) ની પસંદગી કરાઈ છે. નેમિષભાઈ કનૈયાલાલ પંડિતને કોષાધ્યક્ષ અને ભરતભાઈ પોપટભાઈ કંજારીયાને કાર્યાલય મંત્રી બનાવવામાં આવ્યા છે.
વિવિધ વિભાગોના જવાબદારો:
* સોશીયલ મીડિયા વિભાગ: વિજયભાઈ માણંદભાઈ ગજીયા (માળીયા તાલુકો)
* આઈ.ટી. વિભાગ: પ્રતિકભાઈ રમેશભાઈ પારેધી (મોરબી તાલુકો)
* મીડિયા વિભાગ: ભાવેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી (ટંકારા તાલુકો)
વિવિધ મોરચાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓ:
૧. યુવા મોરચો:
* પ્રમુખ: જતીનભાઈ શાંતિભાઈ ફુલતરીયા (મોરબી શહેર)
* મહામંત્રી: સુખદેવભાઈ મૈયાભાઈ ડાભી (વાંકાનેર તાલુકો) અને જયદીપભાઈ વિહાભાઈ રબારી (હળવદ શહેર)
૨. મહિલા મોરચો:
* પ્રમુખ: શ્રીમતી જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયા (ટંકારા તાલુકો)
* મહામંત્રી: શ્રીમતી પ્રજ્ઞાબા પ્રશાંતસિંહ ઝાલા (વાંકાનેર શહેર) અને શ્રીમતી મમતાબેન ધિરેન્દ્રભાઈ ઠાકર (મોરબી શહેર)
૩. કિસાન મોરચો:
* પ્રમુખ: ગણપતસિંહ સતુભા ઝાલા (વાંકાનેર તાલુકો)
* મહામંત્રી: વાસુદેવભાઈ વાલજીભાઈ સીણોજીયા (હળવદ તાલુકો) અને રતિલાલ કાનજીભાઈ પારેજિયા (માળીયા તાલુકો)
૪. બક્ષીપંચ (ઓબીસી) મોરચો:
* પ્રમુખ: કરમશીભાઈ ખોડાભાઈ પરમાર (મોરબી શહેર)
* મહામંત્રી: ગજેન્દ્રસિંહ દાજીભાઈ રાઠોડ (વાંકાનેર શહેર) અને સંજયભાઈ રૂપાભાઈ પંચાસરા (હળવદ તાલુકો)
૫. અનુસૂચિત જાતિ મોરચો:
* પ્રમુખ: વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા (મોરબી તાલુકો)
* મહામંત્રી: ગોરધનભાઈ વીરજીભાઈ સોલંકી (મોરબી તાલુકો) અને નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકી (હળવદ તાલુકો)
૬. લઘુમતી મોરચો:
* પ્રમુખ: અબ્દુલમજીદ મહંમદહુસેન કડીવાર (વાંકાનેર તાલુકો)
* મહામંત્રી: મોહસીનભાઈ દાદુભાઈ વડાવરીયા (મોરબી શહેર), મહંમદઅલી (ફિરોઝભાઈ) અને અબ્દુલભાઈ દઘોરિયા (ઘાંચી) (ટંકારા તાલુકો)
આ નિમણૂકની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાને રવાના કરવામાં આવી છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
