News of Monday, 16th February 2026
ભાવનગર જિલ્લા ભાજપના સંગઠનાત્મક માળખાની જાહેરાત : પ્રદેશ મોવડી મંડળ સાથે પરામર્શ બાદ હોદ્દેદારોની નિમણૂકનો પટારો ખુલ્યો : જુઓ સંપૂર્ણ યાદી
જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા ઉપપ્રમુખ, મહામંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખો સહિત ૨૧ મુખ્ય હોદ્દેદારો અને પાંખોના હોદ્દેદારોની યાદી જાહેર કરાઈ

ભાવનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભાવનગર જિલ્લા ભાજપના માળખામાં મહત્વના ફેરફારો અને નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે લાંબી વિચાર-વિમર્શ પ્રક્રિયાના અંતે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં અનુભવી અને યુવા ચહેરાઓને સ્થાન આપીને આગામી સમય માટે સંગઠનને સજ્જ કરવામાં આવ્યું છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારોની યાદી:
જિલ્લા સંગઠનમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી અને ૯ મંત્રીઓ સહિત કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રીની નિમણૂક કરવામાં આવી છે:
* ઉપપ્રમુખ: રાજેશભાઈ ઠાકરશીભાઈ ફાળકી (ભાવનગર તાલુકો), જોરસંગભાઈ વલ્લભભાઈ પરમાર (તળાજા તાલુકો), મોહનભાઈ હમીરભાઈ મકવાણા (મહુવા તાલુકો), રાજેન્દ્રભાઈ રત્નાભાઈ બાબરીયા (ભાવનગર તાલુકો), શ્રીમતી શ્રદ્ધાબેન સંજયભાઈ લંગાળીયા (વલ્લભીપુર તાલુકો), રાકેશભાઈ વાલજીભાઈ છેલાણા (સિહોર શહેર), શ્રીમતી ચાંદનીબેન અશોકભાઈ મહેતા (મહુવા શહેર) અને શ્રીમતી નીલપાબેન સુરેશભાઈ જોશી (તળાજા શહેર).
* મહામંત્રી: ગોપાલભાઈ નાથાભાઈ વાઘેલા (પાલીતાણા તાલુકો), વિઠ્ઠલભાઈ ધરમશીભાઈ સોરઠીયા-વી.ડી. (ગારીયાધાર તાલુકો) અને ગેમાભાઈ રૂડાભાઈ ડાંગર (સિહોર તાલુકો).
* મંત્રી: ભરતભાઈ વલ્લભભાઈ હડિયા (મહુવા તાલુકો), બનેસંગભાઈ ચીથરભાઈ પરમાર (સિહોર તાલુકો), શ્રીમતી ચંદ્રિકાબેન ધર્મેશભાઈ રાઠોડ (સિહોર શહેર), શ્રીમતી કીર્તિબેન રસિકભાઈ ઘરકા (પાલીતાણા શહેર), પાતાભાઈ ખીમાભાઈ દોરાળા (તળાજા શહેર), શ્રીમતી શિલ્પાબેન સંજયભાઈ ડાભી (ઉમરાળા તાલુકો), નિતેશકુમાર ગિરધરભાઈ ભોરણીયા (વલ્લભીપુર શહેર) અને શ્રીમતી જ્યોત્સનાબેન અરવિંદભાઈ રામકબીર (ઘોઘા તાલુકો).
* કોષાધ્યક્ષ: પ્રકાશભાઈ પરષોત્તમભાઈ રાણા (સિહોર શહેર).
* કાર્યાલય મંત્રી: અભયસિંહ માવસંગભાઈ ચાવડા (વલ્લભીપુર તાલુકો).
સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગ:
* સોશિયલ મીડિયા વિભાગ: નરેશભાઈ હિંમતભાઈ રાઠોડ (પાલીતાણા તાલુકો).
* આઈ.ટી. વિભાગ: કરણભાઈ રાજેશભાઈ કાછડિયા (મહુવા શહેર).
* મીડિયા વિભાગ: મુકેશ કુમાર ચંદુલાલ પંડિત (સિહોર તાલુકો).
વિવિધ મોરચાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓ:
સંગઠનના વિવિધ મોરચાઓમાં પણ સક્રિય કાર્યકરોની વરણી કરવામાં આવી છે:
૧. યુવા મોરચો: પ્રમુખ તરીકે રવિભાઈ શંભુભાઈ બારૈયા (સિહોર શહેર) અને મહામંત્રી તરીકે વિશ્રુતભાઈ સંજયભાઈ વાઢેર (મહુવા શહેર) તથા દિવ્યરાજસિંહ બળવંતસિંહ સરવૈયા (તળાજા તાલુકો).
૨. મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી અંકિતાબેન પ્રશાંતકુમાર ભટ્ટ (ઘોઘા તાલુકો) અને મહામંત્રી તરીકે શ્રીમતી ગીતાબેન કિશોરભાઈ કોહી (ગારીયાધાર શહેર) તથા શ્રીમતી પીંકીબેન રાજુભાઈ રતઈ (સિહોર શહેર).
૩. કિસાન મોરચો: પ્રમુખ તરીકે દિનેશભાઈ ત્રિકમભાઈ કુવાડિયા (વલ્લભીપુર તાલુકો) અને મહામંત્રી તરીકે સુરપાલસિંહ મખુભા ગોહિલ (ઘોઘા તાલુકો) તથા લલ્લુભાઈ હરજીભાઈ લાઘવા (તળાજા તાલુકો).
૪. બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે શૈલેષભાઈ અરજણભાઈ સંતા (મહુવા શહેર) અને મહામંત્રી તરીકે અજયભાઈ પૂનાભાઈ ચૌહાણ (ભાવનગર તાલુકો) તથા અમિતકુમાર ખોડીદાસ હિંગુ (જેસર તાલુકો).
૫. અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વેલજીભાઈ પરમાર (ઉમરાળા તાલુકો) અને મહામંત્રી તરીકે મનજીભાઈ પ્રવીણભાઈ સોલંકી (પાલીતાણા તાલુકો) તથા બળવંતભાઈ વશરામભાઈ પરમાર (ગારીયાધાર તાલુકો).
૬. લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે હનીફભાઈ હબીબભાઈ તુર્ક (તળાજા શહેર) અને મહામંત્રી તરીકે ઉસ્માનભાઈ સુવલ્લીભાઈ સૈયદ (પાલીતાણા શહેર) તથા પરવેશખાન નિઝામખાન પઠાણ (વલ્લભીપુર શહેર).
આ નિમણૂકોની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ અન્ય પ્રદેશ સ્તરના હોદ્દેદારોને રવાના કરવામાં આવી છે. નવી નિમણૂકોથી ભાવનગર જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
