<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

બલુરામ શરણજીની ૨૫મીએ ચાદરવિધિ તથા ભંડારો યોજાશે

૨૦૦ વર્ષ જુના નિષ્‍કલંક રામજી મંદિરના મહંત લલિત કિશોર દાસજી મહારાજની પ્રાર્થના સભા યોજાઈ

ભાવનગર તા.૧૭ :..   સુપ્રસિદ્ધ નિષ્‍કલંક મહાદેવના સાનિધ્‍યમાં આવેલ ૨૦૦ જુના નિષ્‍કલંક રામજી મંદિરના પરમ પૂજ્‍ય મહામંડલેશ્વર લલિત કિશોર દાસજી મહારાજ ૮૦ વર્ષની ઉંમરે દેવલોક પામ્‍યા છે, તેમના સાકેત ગમનથી રામાનંદ સંપ્રદાય અને નિમ્‍બાર્ક પરંપરાના સંત સમાજમાં તેમજ ભાવિક ભક્‍તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે,

 આજરોજ મંદિરના પાવન પટાંગણમાં તમામ સંતો, મહંતો અને કોળિયાક, ગુંદી, મલેકવદર સહિત ભાવનગર ક્ષેત્રના વિશાળ સેવક સમુદાયની હાજરીમાં પૂજ્‍ય બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.

 પૂજ્‍ય લલિત બાપુ સંત સમાજમાં તેમના પરોપકારી સ્‍વભાવ અને સેવા માટે જાણીતા હતા, તેમના માટે રોટલો અને ઓટલો શબ્‍દ પ્રચલિત હતો, જે દર્શાવે છે કે આ ધામમાં આવેલ કોઈપણ સેવક કે સાધુ-સંત કયારેય ભૂખ્‍યા પેટે કે આશરા વગર પાછા નહોતા ફરતા. ગુંદી, કોળિયાક અને મલેકવદર આ ત્રણેય ગામો વચ્‍ચેના અતૂટ જોડાણમાં બાપુનો સિંહફાળો રહ્યો છે

(1:32 PM IST)