News of Tuesday, 17th February 2026
બાઇક પર ૭૦ બોટલ દારૂ લઈ જતા સુત્રેજના બે શખ્સ પકડાયા
કેશોદ પોલીસે આઈફોન સહિત ૮૬,૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: બાઇક પર ૭૦ બોટલ વિદેશી દારૂ લઈ જતા સુત્રેજના ૨ શખ્સને કેશોદ પોલીસે ઝડપી લઇ આઈફોન સહિત ૮૬,૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કેશોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન કેશોદ તાલુકાના સુત્રેજ ગામના સંદીપ એભલભાઈ સુત્રેજા અને અશોક ભીમાભાઈ પરમાર નામના બે શખ્સો જીજે ૦૧ વીએસ ૯૭૫૩ નંબરના બાઈક પર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી બાલાગામ પાટીયા બાજુ આવે છે. એવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બંને શખ્સ બાઈક પર આવતા તેને રોકી ચેક કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની ૭૦ બોટલ મળી આવી હતી. જેની બંનેની અટક કરી દારૂ, બાઈક,આઈફોન મળી કુલ રૂ. ૮૬,૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી સંદીપે પૂછપરછમાં દારૂનો જથ્થો તેને તથા તેના પિતા એભાભાઈ માલદેને લોએજ ગામે રહેતો પરેશ ચાંડેરા વેચાણ માટે આપી ગયો હોવાનું જણાવતા પોલીસે પરેશ ચાંડેરા, એભાભાઈ માલદે વિરુધ્ધ પણ ગુનો નોંધી બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
