<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ભાવનગરમાં ૨૦ લાખનો દારૂ ઝડપાયો

ખેટા ખાટલી ગામે તબેલામાં અને ભડભીડ ટોલ નાકે ટ્રકમાંથી ચીકુની આડમાં ૫૩૨૮ બોટલ કબ્‍જે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: એલસીબી પોલીસે બે અલગ સ્‍થળેથી દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. જેમાં ખેટા ખાટલી ગામે ૧૦૫૬ અને ભડભીડ ટોલ નાકેથી ૫૩૨૮ દારૂની બોટલો પકડાઈ છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માહિતી મુજબ  ભાવનગર એલસીબી પોલીસે અલગ અલગ બે બનાવમાં દારૂનો મસમોટો જથ્‍થો ઝડપી પાડ્‍યો છે. એક ખેતાખાટલી ગામે તબેલામાંથી અને ભડભીડ ટોલનાકેથી આઈશર ટ્રકમાંથી ચીકુની આડમાં દારૂનો જથ્‍થો પકડી પાડ્‍યો છે.

ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળતા ખેટા ખાટલી ગામે પાતા વિસ્‍તારમાં સોલારવાળા રોડ ઉપર વિજય મેરના તબેલાના વાડામાં સંતાડી રાખવામાં આવેલો દારૂ સગે કરવામાં આવતો હતો તે દરિમયાન રેડ કરી હતી. પોલીસે સ્‍થળ ઉપર રેડ કરતા એક બોલેરો પીકપ ગાડીના પાછળના ડાગલા નીચે બનાવેલા ચોરખાનામાંથી ૧૦૫૬ દારૂની બોટલ ૩,૨૯,૪૭૨ ની કિંમતની ઝડપી લીધી હતી. પોલીસે કુલ ૧૧,૩૪,૪૭૨ મુદ્દામાલ અને ભજનલાલ સુખરામ વરાડ નામના રાજસ્‍થાનવાળા શખ્‍સને ઝડપી લીધો છે. એલસીબી પોલીસે કુલ ચાર શખ્‍સો ભજનલાલ સુખરામ વરાડ, પકડવાના બાકી વિજય હમીરભાઇ મેર, નિતેશભાઈ પરમાર અને સુરેશ ભાખરારામ રાજસ્‍થાનવાળા વિરુદ્ધ વેળાવદર પોલીસ સ્‍ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.

બીજા બનાવમાં બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી ભાવનગર એક આઇસર ટ્રક GJ04X6539 આગળ મોમાઈ દર્શન લખેલું હોય તેમાં ચીકુની આડમાં દારૂનો જથ્‍થો ભાવનગરમાં ઘુસાડવાનો પ્રયત્‍ન થઈ રહ્યો છે. જેને પગલે એલસીબીની ટીમ ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભડભીડ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાય હતી. બાતમીવાળો ટ્રક આવતા જ એલસીબી પોલીસે ઉભો રાખીને તપાસ કરતા તેમાંથી મસ મોટો દારૂનો જથ્‍થો ઝડપાયો હતો.

એલસીબી પોલીસે ભડભીડ ટોલ નાકા પાસેથી ભા રાખેલા આઇસર ટ્રકની તપાસ કરતા ચીકુની આડમાં ૫૩૨૮ દારૂની બોટલ એટલે ૧૩૮ પેટી દારૂ કુલ ૧૭,૦૯,૭૬૦ ની કિંમતનો દારૂ મળી આવ્‍યો હતો. પોલીસે રાહુલ સુરેશભાઈ શેલાર સુરતવાળાને ઝડપી લીધો હતો. ત્‍યારબાદ મોબાઈલ, આઇસર ટ્રક,દારૂ મળી કુલ પોલીસે ૨૨,૧૪,૭૬૦ નો મુદ્દામાલ જપ્ત કરીને રાહુલ સુરેશભાઈ સેલાર અને પકડવાના બાકી રહેતા જગદીશ અશોકભાઈ તોગડીયા વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્‍ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી. (રર.૪)

(10:59 AM IST)