News of Tuesday, 17th February 2026
જુનાગઢના સિધ્ધેશ્વિર મંદિરે જગદીશભાઇ પંચાલના હસ્તે અભિષેક-પુજા

રાજકોટઃ જુનાગઢ મહાશિવરાત્રીના મીનીકુંભ તરીકે જગવિખ્યાત છે જેમાં દેશ ભરથી ભાવિકો સન્યાસીના દર્શનનો લ્હાવો લે છે અને ભકિતરસ તરબોળ થાયછે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમને આવકારવા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી અનીરૂધ્ધભાઇ દવે, ધારા સભ્ય સંજયભાઇ કોરડીયા, મેયર ધર્મેશભાઇ પોશિયા, જીલ્લા પ્રમુખ ચંદુભાઇ મકવાણા, શહેર પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલ, ઉપપ્રમુખ વિવેકભાઇ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા વિગેરે આગેવાનો જોડાયા હતા. ત્યારે જગદીશભાઇ પંચાલ સિધા જ ભવનાથ તળેટીથી દર્શન કરી કાળવા ચોક ખાતે આવેલ રાધારમણ દેવ તાબાના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પહોંચ્યા હતા ત્યાં તેઓ સ્વામિનારાયણ ભગવાન સ્થાપીત શ્રી સિધ્ધેશ્વર મહાદેવનો અભિષેક, પુજા,અર્ચના કરી રાજયની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી આગેવાનોને મળ્યા હતા તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
