તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 17th February 2026
ગોંડલમાં ટ્રેન હેઠળ પડતુ મુકી પારડી ગામના પ્રદીપભાઇ પરમારનો આપઘાત
જીવનમાં મજા આવતી નથી.. આપઘાત પૂર્વે બનેવીને ફોન કર્યો‘તો : બે બહેનોના માડીજાયા અને એકલોતા પુત્રના આપઘાતથી પરિવાર દિગ્મુઢ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૭: ગોંડલ માં સુરેશ્વર ફાટક નજીક પારડીનાં યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યો હતો. મૃતક પરિવાર માં એકનો એક પુત્ર હોય બનાવ ને લઈ ને પરિવાર શોકમગ્ન બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મુળ જશદણ નાં ડોડીયાળા નાં અને હાલ શાપર પાસેનાં પારડી રહેતા પ્રદિપ રમેશભાઈ પરમાર ઉ.૨૧ કોઇ અગમ્ય કારણોસર ગોંડલ રેલ્વેસ્ટેશન થી સુરેશ્વર ફાટક વચ્ચે પસાર થઇ રહેલી રાજકોટ વેરાવળ ટ્રેન હેઠળ ઝંપલાવતા તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવ ની જાણ રેલ્વે પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી જઇ મળતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રદિપ બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો.પિતા પુત્ર બન્ને ગોંડલ નજીક આવેલી શક્તિમાન ફેકટરી માં કામ કરતા હતાં.
ડોડીયાળા તેના કાકાની દિકરીનાં લગ્ન હોય પ્રદિપ પરિવાર સાથે ડોડીયાળા ગયો હતો.પ્રસંગ પુરો થતા તેના પિતરાઇ ભાઇ સાથે ગોંડલ આવ્યો હતો.પ્રદિપે એ વેળા તેનાં પિતરાઇ ને અક્ષર મંદિર પાસે ઉભો રાખી ઁ તું અહી ઉભો રહેજે હું હમણાં આવું છુ.તેવું કહી ત્યાંથી નિકળ્યાં બાદ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત મીઠું કર્યુ હતું. પરિવાર નાં જણાવ્યાં મુજબ પ્રદિપે આપઘાત કરતા પહેલા તેનાં બનેવીને ફોન કર્યો હતો.જીવન માં મજા આવતી નથી.એ પ્રમાણે વાતો કરી હોય તેનાં બનેવીએ આヘાશન આપી શું તકલીફ છે તેવું પુછયુ હતું. પરંતુ પ્રદિપે વધારે કોઇ વાત કરી હતી નહી.
પરિવાર નાં આધારસ્તંભ અને એકના એક પુત્ર ની અણધારી વિદાય થી પરિવાર ઉપર જાણે આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ વચ્ચે હૈયાફાટ રુદન નો માહોલ સર્જાયો હતો.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
