<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

માંડવીમાં બનેલા અલક શક્તિ નામના જહાજમાં આગ ભભૂકી:શારજા પોર્ટથી સિમેન્ટ ભર્યા બાદ યમન પાસે જહાજમાં આગ લાગતા જહાજ બળીને ખાખ

જહાજમાં સવાર સભ્યો દરિયામાં કૂદી જતાં આબાદ બચાવ થયો: આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ

કચ્છ:  કચ્છમાં માંડવીમાં બનેલું અને શારજાહથી સિમેન્ટ ભરીને આવતું 'અલક શક્તિ' નામનું જહાજ યમન નજીક એન્જિનમાં આગ લાગવાથી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે સદનસીબે જહાજમાં સવાર તમામ સભ્યો દરિયામાં કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે 

અલક શક્તિ નામના જહાજમાં આગ ભભૂકી ઉઠી હતી . શારજા પોર્ટથી સિમેન્ટ ભર્યા બાદ એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી . યમન પાસે પહોંચતા જ જહાજમાં આગ લાગતા જહાજ બળીને ખાખ થઇ ગયુ છે. જહાજમાં સવાર સભ્યો દરિયામાં કૂદી જતાં આબાદ બચાવ થયો છે. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. 

(11:30 AM IST)