<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પૂ.રમેશભાઇ ઓઝાએ મહાશિવરાત્રીએ વારાસણી કાશી વિશ્વનાથના સાનિધ્‍યમાં લઘુરૂદ્રાભિષેક કર્યો

પૂ.ભાઇશ્રી ત્રિ-દિવસીય સંગીત મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહયાઃ સંગીત અને નૃત્‍યકારોનું સન્‍માન કરી આર્શીવાદ આપ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭: મહાશિવરાત્રીએ પૂ.રમેશભાઇ ઓઝાએ વારાસણીમાં યોજાયેલા ત્રિ-દિવસીય સંગીત સમારોહમાં ઉપસ્‍થિત રહયા હતા અને તેમણે કાશી વિશ્વનાથના સાનિધ્‍યમાં લઘુરૂદ્રાભિષેક કર્યો હતો.

મહાશિવરાત્રીએ વિશ્વમાં સુપ્રસિદ્ધ બાર જ્‍યોતિર્લીંગમાંના એક વારાણસીના કાશીવિશ્વનાથ મહાદેવના સાન્નિધ્‍યમાં રહીને પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાએ વિદ્વાનો દ્વારા શાષાોકત વિધિ સાથે લઘુરુદ્રાભિષેક કર્યો હતો. પૂ.ભાઇશ્રીએ શિવરાત્રી મહોત્‍સવ અંતર્ગત પ્રતિ વર્ષ અનુસાર ત્રણ દિવસ ૩૫મા ત્રિદિવસીય સંગીત મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં સુપ્રસિદ્ધ નળત્‍ય કલાકારો અને ગાયન-વાદનના કલાકારો દ્વારા કલાની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. સંગીત સમારોહમાં પોતાની  શ્રેષ્ઠ કલાઓનું પ્રદર્શન કરનારા સંગીતકલાકારો અને નળત્‍યકારોને સન્‍માનિત કરીને આશીર્વાદ આપ્‍યા હતા.

પૂ.ભાઇશ્રી કાશીમાં રહીને વિદ્યાદેવીની ઉપાસના કરનારા અને અવિરત પોતાના જ્ઞાન દ્વારા અધ્‍યાપન કરાવનારા કાશીના મહાવિદ્યાલયોમાં સંસ્‍કળત શાષાોનો અભ્‍યાસ કરાવનારા નેપાળ અને કાશીના વિદ્વાનોનું પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા ભાવપૂજન સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(11:55 AM IST)