તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં પૂ. જીજ્ઞેશદાદા ‘રાધે રાધે' દ્વારા આનંદોત્સવ-સમુહલગ્ન
હર્ષ સંઘવી, કૌશીક વેકરીયા, જીતુ વાઘાણી, પરસોતમ રૂપાલા સહિતનાની ઉપસ્થિતિમાં તથાસ્તુ વિદ્યાપીઠમાં કાલે રાત્રે કિર્તીદાન ગઢવી, સાંઇરામ દવે, મયુર દવેનો લોકડાયરોઃ ગુરૂવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ, તા., ૧૭: અમરેલી જીલ્લાનાં લાઠી તાલુકાનાં કેરાળા ગામમાં અમરેલી-લાઠી હાઇવે ઉપર આવેલ સુવિખ્યાત ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદા રાધે-રાધે દ્વારા સંચાલીત તથાસ્તુ વિદ્યાપીઠ ખાતે તા. ૧૯ ને ગુરૂવારે શ્રી રાધે રાધે એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીજો આનંદોત્સવ અને સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કથાકાર પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) ની આગેવાનીમાં કરવામાં આવ્યું છે.
નિયતી નિયમ નિયંતા સધ્ય હદય ભગવાન ભાગવતજી અને શ્રી રાધાકૃષ્ણ યુગલ અદ્ગેત પ્રભુની અસીમ કૃપા પ્રસાદથી કે જયા સરસ્વતી સમારાધાન તત્પર-વેદોપનિષત્પુરાણ-અધ્યયન-અધ્યાપન નિરંત ગુરૂજનો તથા ઋષિકુમારોના નિયમીત વેદ મંત્રઘોષ અને શ્રોત સ્માર્ત કર્મ પરંપરા પ્રવર્તે છે. જયાં ગાયત્રી માતાજી અને ગૌવંશની નિત્ય ઉપાસના થાય છે તેવા તથાસ્તુ વિદ્યાપીઠના પરમ પવિત્ર પરિસરના પ્રેમ મંદીરમાં બિરાજમાન મીઠુડા રાધાકૃષ્ણ પરમેશ્વરની અત્યંત અને અનન્ય પ્રકાશ, પ્રભુતા અને શ્રેયસ્કર દિવ્યતાની સંપ્રાપ્તિ થાય તેવો દિવ્યાતિદિવ્ય-ભવ્યાતિભવ્ય પ્રસંગ એટલે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ તા.૧૯-ર-ર૬ને ગુરૂવારે ઉજવાશે.
પાટોત્સવ અંતર્ગત તા.૧૮-ર-ર૬ને બુધવારે રાત્રીના ૯.૩૦ વાગ્યે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં કિર્તીદાન ગઢવી સાંઇરામ દવે, મયુર દવે, રમઝટ બોલાવશે. ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદા રાધે રાધેની આગેવાનીમાં આયોજીત પાર્ટોત્સવમાં તા.૧૯-ર-ર૬ને ગુરૂવારે પૂ. મોરારીબાપુના પાવન સાનિધ્યમાં પુજનીય સંતો અને કથાકારોના આર્શીવચન અને દાતાઓનું ભાવપુજન સાંજે પ.૩૦ વાગ્યે કરાશે.
આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉજામંત્રી કૌશીકભાઇ વેકરીયા, કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ ભરતભાઇ સુતરીયા, પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય જનકભાઇ તળાવીયા, ઇફકો ચેરમેન દિલીપભાઇ સંઘાણી ઉપસ્થિત રહેશે.
પાટોત્સવ અંતર્ગત તા.૧૯-ર-ર૬ને ગુરૂવારે સવારે ૭ વાગ્યે રાજોપચાર પુજા, સમન્વિત ઠાકોરજીના દિવ્ય અભિષેક દર્શન, ૭.૩૦ વાગ્યે વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ, સવારે ૧૦.૩૦ વાગ્યે અન્નકુટ દર્શન, બપોરે ૪.૩૦ વાગ્યે યજ્ઞ પુર્ણાહુતી તથા સાંજે પ વાગ્યે સમુહલગ્ન માટે જાનનું આગમન થશે.
ભાવિકોને ભગવાનની રાજોપચાર પૂજા, અભિષેક, અન્નકૂટના દર્શન તથા દિકરી ઓને કન્યાદાન પ્રસંગે આર્શિવાદ આપવા ઉપસ્થિત રહેવા ભાગવત કથાકાર પૂ.જીજ્ઞેશદાદા ‘‘રાધે રાધે'' દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સેવા ઉત્સવઃ તથાસ્તુ ગોૈરવ એવોર્ડ અપાશે
રાજકોટ, તા.૧૭: કથાકાર પૂ. જીજ્ઞેશદાદા ‘‘રાધે રાધે''ની આગેવાનીમાં અનેક વિધ સેવા-ઉત્સવ ચાલે છે.
જેમાં નિત્ય ભાગવતજીનો યજ્ઞ, ધ્વજારોહણ, નૂતનવર્ષે અને પાટોત્સવમાં અન્નકૂટ દર્શન, ઉતરાયણ ગોૈ પૂજન, ધુળેટી, રંગોત્સવ, રામનવમી ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, શરદપુર્ણિમાં ઉત્સવ, નિત્ય શ્રૃંગાર, સત્સંગ, બ્રહ્મભોજન, ઠાકોરજીનો થાળ, વૈદ અધ્યયન કરવામાં આવે છે જેમાં સેવાના મનોરથી બનવા માટે (મો. ૯૯૯૮૮ ૮૨૬૧૨)અથવા (મો. ૯૮૭૯૦ ૫૧૦૫૧)ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
આ તકે તથાસ્તુ ગોૈરવ એવોર્ડ સંગીત ક્ષેત્રે ડો.મનોજભાઇ ધીરજલાલ ઠાકર (તબલાવાદક) શહિદ ભરવાડ મેહુલભાઇ મેપાભાઇ ભુવા, સમાજ સેવામાં વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ (આરોગ્ય મંદિર- સાવરકુંડલા), શિક્ષક ડો. કેતનભાઇ કાનપરિયાને અર્પણ કરાશે.
સંપર્ક સુત્ર
વધુ વિગત માટે તથા વસ્તુ વિદ્યાપીઠ અમરેલી, લાઠી, હાઇ-વે, મુ. કેરાળા, તા. લાઠી, જી. અમરેલી, મો. ૯૯૯૮૮ ૮૨૬૧૨, મો. ૯૮૭૯૦ ૫૧૦૫૧ મો. ૮૪૮૮૦ ૮૫૦૮૫, મો.૯૪૦૮૪ ૮૨૮૬૦
દાતાઓનો સહયોગ
રાજકોટ, તા.૧૭: કન્યાદાનના મુખ્ય મનોરથી રવિભાઇ પટેલ કિરીટભાઇ પટેલ, કેતનભાઇ પટેલ, ઇલાબેન દિલીપભાઇ પટેલ, અજીતભાઇ ભાવસાર, પરેશભાઇ ભરતભાઇ પટેલ, હેમાબેન દિપકભાઇ પટેલે, ડો. પરેશભાઇ પટેલ, અદિતી કોૈશલભાઇ પટેલ, મોના અંકુરભાઇ પટેલ, કોમલબેન તૃપ્તેશભાઇ પટેલ, અર્પિતાબેન કોૈશલભાઇ પટેલ, અશ્વિનભાઇ ઇશ્વરભાઇ પટેલ, મમતાબેન મહાદેવ કુમાર પટેલ, મિનાશ્રીબેન અરવિંદભાઇ પટેલ, નિકીતા જનકભાઇ પટેલ, દિશા આયુષભાઇ પટેલ, કૈલાસબેન અનિલભાઇ પટેલ, તનુજાબેન જયેશભાઇ પટેલ (તમામ યુએસએ છે.)
જયારે આનંદોત્સવના મુખ્ય મનોરથી રાજેશ્વરીબેન રાજેશભાઇ રજવાડિયા, રાજેશભાઇ જગજીવનભાઇ રજવાડિયા, ઓમ રાજેશભાઇ રજવાડિયા (રાજકોટ) શોભનાબેન પંકજકુમાર પટેલ, હસ્તે રાહુલ અને પ્રિયંકા (આણંદ), અન્નકૂટ (છપન્નભોગ મનોરથી) રીની રાજ પટેલ, રાજ ઇલેશભાઇ પટેલ, કિયારા ધ્રુવી (અમદાવાદ) ભોજન પ્રસાદના મનોરથી પુષ્પાબેન જયંતિભાઇ ફલીયા (જામનગર) લીંબાસીયા ઘનશ્યામભાઇ ભીમભાઇ મુરલીધર કેટરર્સ, (સાવરકુંડલા) યજ્ઞના મનોરથી સ્વ. મિલનભાઇ મનહરલાલ પોબારૂ હસ્તે અક્ષિત મિલનભાઇ પોબારૂ (જામનગર) પરિવાર છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
