<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક

ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ, ૦૧ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

જામનગર:ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગ્નિવિર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિકૃટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા. ૦૧/૦૬/ ૨૦૨૬ થી તા. ૧૫/૦૬/૨૦૨૬ દરમિયાન અગ્નિવિર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા. ૧૩/૦૨/૨૦૨૬ થી શરૂ કરવામાં આવી છે, જે તા. ૦૧/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
આ ભરતી મેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર ૧૭.૫૦ થી ૨૨ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ ૦૮ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે.ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

(10:37 PM IST)