તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
પંચકોશી એ ડિવિઝન પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી: ' તેરા તુજકો અર્પણ ' અંતર્ગત મોટર સાયકલ શોધી કાઢી મૂળ માલીકને મુદામાલ પરત અપાયા
નામદાર કોર્ટના આદેશ મુજબ મૂળ માલિકની ખરાઈ કરી સોંપી આપવા હુકમ કરેલ હોય ઈ-ગુજકોપ તથા પોકેટ કોપ મોબાઈલની મદદથી કબ્જે કરેલ મોં.સ.મૂળમાલિકને પરત સોંપી આપ્યા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવ(IPS) તથા પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની(IPS) નાઓએ જીલ્લા ક્રાઈમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી ઇ.ચા. જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક મીત રૂદલાલ તથા પંચ એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ. એમ.એન. શેખ તથા પંચ એ ડીવી. પોલીસ સ્ટેશના સ્ટાફ દ્વારા"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત (૧) પંચ એ ડિવી. પો.સ્ટે. ખાતે પાર્ટ બી ગુ.ર.નં.૦૯૫૩/૨૦૨૪ એમ.વી. એક્ટ કલમ ૧૮૫ વિગેરે મુજબના ગુન્હાના કામે આરોપી રવીભાઇ ગેલાભાઇ ચાવડા પાસેથી મો.સા. રજી.નં. GJ 10 Q 9722 કી.રૂ.3૦,૦૦૦/-ગણી કબ્જે કરવામાં આવેલ હોય તથા (૨) પંચ એ ડીવી.પોસ્ટે પાર્ટ બી ગુ.ર.નં.૦૮૧૭/૨૦૨૩ જુગારધારા કલમ ૧૨ મુજબના ગુન્હાના કામે આરોપી ભુપેન્દ્રભાઈ પીતામ્બરભાઇ ચાડણીયા પાસેથી મો.સા. રજી. GJ 03 FE 5898 કી.રૂ.૩૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ હોય અને સદર મો.સા.ઓ નામદાર કોર્ટના હુકમ મુજબ મુળ માલીકની ખરાઇ કરી પરત સોંપી આપવાનો હુકમ કરેલ હોય જે અનુસંધાને ઇ-ગુજકોપ તથા પોકેટ કોપ મોબાઇલની મદદથી ઉપરોક્ત ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ મો.સા.ઓને નીચે મુજબના મુળ માલીકોને શોધી તેઓની મો.સા.ઓ કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- નો મુદામાલ પરત સોપી આપેલ છે.
(૧) જાદવજીભાઇ જુઠ્ઠાભાઇ ધમસાણીયા રહે-ફલ્લા ગામ તા.જી.જામનગર (GJ 10 Q 9722 કી.રૂ.30,000/-)
(૨) ભુપેન્દ્રભાઇ પીતામ્બરભાઇ ચાડણીયા રહે-વાકીયા ગામ તા.ધ્રોલ જી. જી.જામનગર (મો.સા. રજી.નં. GJ 03 FE 5898 डी.३.30,000/-)
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
