<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

પૂર્વ કચ્‍છ પોલીસે ૧૮૨ કરોડના ઓનલાઇન ઠગાઈ કૌભાંડમાં ૪ ને ઝડપ્‍યાઃ બોગસ દસ્‍તાવેજો સાથે ૮૧ બેંક ખાતા ખોલાવ્‍યા : જુઓ વિડીયો

KYC માત્ર સામાન્‍ય ખાતા ધારક માટે? એચડીએફસી, એક્‍સિસ, સાઉથ ઇન્‍ડિયન, યસ બેંક, જના બેંકમાં વાંકાનેર, આડેસર, રાપર, ભુજના વ્‍યક્‍તિઓના નામે કરંટ એકાઉન્‍ટ ખુલ્‍યા, દસ્‍તાવેજો તપાસવા : મુદ્દે બેંક કર્મીઓ શંકાના દાયરામાં?, ૩ આરોપીઓ ફરાર, ૧ જેલમાં, ૧૨ રાજ્‍યોમાંથી ૭૪ બેંક : ખાતાઓમાં સાયબર ક્રાઈમની ઠગાઈની ફરિયાદ, આંતરરાષ્‍ટ્રીય સાયબર માફિયાઓ સાથે કનેક્‍શન?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮: દેશમાં ઓન લાઈન સાયબર ફ્રોડ દ્વારા આમ નાગરિકોને નિશાન બનાવી તેમની મહેનતની કમાઈ મિનિટોમાં સાફ કરી નાખનાર સાયબર માફિયાઓ અને તેમની સાથે બેંક ખાતા ભાડે આપનારાઓ, જ્‍યાં બેંક કર્મચારીઓ સંકળાયેલા હોય ત્‍યાં તેમની લિન્‍કને તોડવા સરકારે હવે કડક કાયદા બનાવવા પડશે. પૂર્વ કચ્‍છ સાયબર પોલીસે ૧૮૨ કરોડ રૂપિયાના ઓન લાઇન સાયબર ફ્રોડના ગુનામાં ૪ આરોપીઓની ધરપકડ કરી તેમના ૧૨ દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા છે. જ્‍યારે ૩ આરોપી ફરાર છે. ૧ સાબરકાંઠાની જેલમાં છે. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓ યશ મુલચંદ ભાટિયા, સિદ્ધાર્થ સુનિલ સોની, સાહિલ દિનેશ શર્મા, અલ્‍પેશ સુરેશ લુહાર ચારેય આદિપુર ગાંધીધામના છે. જ્‍યારે ત્રણ આરોપીઓ જે પૈકી અલ્‍પેશ લુહાર ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ છે. ફરાર ૩ આરોપીઓમાં વિજય રાણા (આદિપુર), વિશ્વરાજસિંહ ઉર્ફે શિવુભા બાલુભા જાડેજા (મોટી રવ, રાપર), ઇલુભા મંગુભા જાડેજા (રાપર) છે. જ્‍યારે ૮ મો આરોપી હાર્દિક હરેશ રાજગોર (સણવા, રાપર) આવા જ ગુનામાં સાબરકાંઠાની જેલમાં છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર આરોપીઓએ વાંકાનેર, આડેસર, રાપર અને ભુજના વ્‍યક્‍તિઓના આધારકાર્ડ, પાનકાર્ડ મેળવીને તેમને લાલચમાં લઈ આદિપુર, ગાંધીધામમાં દુકાનો ભાડે રાખી તેમના નામે ટેક્‍સ કન્‍સલટન્‍ટ મારફત ઉદ્યમ રજિસ્‍ટ્રેશન મેળવી કરંટ બેંક ખાતાઓ એચડીએફસી, સાઉથ ઈન્‍ડિયન, એક્‍સિસ, જના બેંકમાં ખાતા ખોલાવી, નવા મોબાઈલ સીમ કાર્ડ નંબર આપી ચેકબુક અને બેંક કીટ મેળવ્‍યા હતા. આરોપીઓએ સાથે મળી બોગસ રજીસ્‍ટ્રેશન સાથેના આ બેંક એકાઉન્‍ટોનો ઉપયોગ ઓન લાઈન સાયબર ફ્રોડની રકમ મેળવવામાં કર્યો હતો. સમન્‍વય પોર્ટલમાં પણ આ બેંક એકાઉન્‍ટો સામે ફરિયાદ નોધાઈ છે. જેમાં પヘમિ બંગાળ, ઉત્તરાખંડ, દિલ્‍હી, મુંબઈ, રાજસ્‍થાન, તમિલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, તેલંગાણા, કર્ણાટક રાજ્‍યમાંથી સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઈ છે. પોલીસે હવે આરોપીઓની સાંઠગાંઠ નેશનલ કે ઇન્‍ટરનેશનલ સાયબર માફિયાઓ સાથે છે કે કેમ? એ અંગે તપાસ શરૂ કરી છે. હાલ ગુજરાતમાં પણ બેંક ખાતા ભાડે આપવાનો ગોરખધંધો ખૂબ ફુલ્‍યો ફાલ્‍યો છે ત્‍યારે આવા બેંક એકાઉન્‍ટ ભાડે આપનાર પણ કાયદાકીય કાર્યવાહીનો હિસ્‍સો બને છે. થોડી લાલચ માટે બેંક એકાઉન્‍ટ ભાડે આપવાનું ભારે પડે છે એટલે આવી પ્રવળત્તિથી દૂર રહેવામાં જ સલામતી છે.(૪૦.૨૧)

(11:03 AM IST)