તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ડ્રાફ્ટ યાદીમાં કચ્છમાંથી ૧.૯૪ લાખ મતદારોના નામ રદ્દ
૧૬.૯૦ લાખ મતદારો પૈકી હવે ૧૪.૯૫ લાખ મતદારો : મતદાર સંખ્યામાં ૧૧.૫૨ ટકા જેટલો ધરખમ ઘટાડો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : કચ્છમાં SIR ની કામગીરી પૂર્ણ થયા બાદ આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ માહિતી.ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં, કચ્છ જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR–૨૦૨૬) પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ભારતના ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ આજ રોજ તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવે છે. (૧) કચ્છ જિલ્લામાં કુલ ૬ વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૧/૧૦/૨૦૨૫ની સ્થિતિએ કુલ-૧૬,૯૦,૫૮૪ મતદારો નોધાયેલ હતા. (૨) તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં, SIR–૨૦૨૬ પ્રક્રિયા દરમિયાન તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી મુજબ કુલ ૧૪,૭૬,૪૦૯ મતદારોનો સમાવેશ થયેલ હતો. તેમાં કુલ ૨,૧૪,૧૭૫ મતદારોના નામ જુદા જુદા કારણોસર દુર થયેલ હતા. (૩) તા.૦૧/૧૦/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૬ દરમ્યાન ૨૩૬૩૪ ફોર્મ-૬ નવા મતદાર તરીકે ની નોંધણી, ૨૮૪૦ ફોર્મ-૭ નામ કમી તથા મરણ ના કિસ્સા તથા ૨૨૨૨૪ ફોર્મ-૮ સ્થળાંતર અને સરનામા સુધારા વાળા મંજુર થયેલ છે. જેની અસર આખરી મતદારયાદીમાં આવેલ છે. (૪) આમ, મુસદ્દા મતદારયદીમાં કુલ-૧૪,૭૬,૪૦૯ મતદારોનો સમાવેશ થયેલ. ત્યારબાદ ફોર્મ-૬ રજુ થવાના કારણે, અન્ય વિધાનસભામાં સ્થળાંતર થવાના કારણે તેમજ ફોર્મ-૭ રજુ થવાના કારણે મુસદ્દા મતદારયાદીમાં કુલ Addition-32795 અને Deletion-13419 થતાં, Net Addition-19376 થતાં આખરી મતદારયાદીમાં કુલ-૧૪,૯૫,૭૮૫ મતદારોનો સમાવેશ થયેલ છે.
૫.તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ થયેલ આખરી મતદારયાદીમાં સમાવેશ થયેલ મતદારોની વિગત નીચે મુજબ છે.
ક્રમ. વિધાનસભા મતવિસ્તારનું નામ.
તા.૧૭/૦૨/૨૦૨૬ની સ્થિતિએ આખરી મતદારયાદી મુજબના મતદારોની સંખ્યા
ક્રમ. પુરુષ. સ્ત્રી. અન્ય. કુલ્લ
(૦૧) અબડાસા, પુરુષ ૧,૨૧,૬૩૮. સ્ત્રી ૧,૧૪,૫૫૬, કુલ ૨ ,૩૬,૧૯૬. (૦૨) માંડવી, પુરુષ ૧,૨૩,૨૦૪, સ્ત્રી ૧,૧૯,૦૫૬, કુલ ૨,૪૨,૨૬૦. (૦૩) ભુજ, પુરુષ ૧,૩૯,૪૪૨, સ્ત્રી ૧,૩૬,૦૬૦
કુલ ૨,૭૫,૫૦૫. (૦૪) અંજાર, પુરુષ
૧,૨૫,૪૪૦, સ્ત્રી ૧,૧૮,૫૫૮, કુલ ૨,૪૪,૦૦૪. (૦૫) ગાંધીધામ, પુરુષ ૧,૪૦,૯૩૨, સ્ત્રી ૧,૨૯,૫૩૦, કુલ ૨,૭૦,૪૬૮. (૦૬) રાપર, પુરુષ ૧,૨૧,૫૩૭, સ્ત્રી ૧,૦૫,૮૧૫, કુલ ૨,૨૭,૩૫૨. જિલ્લામાં ૬ વિધાનસભા બેઠક ઉપર કુલ મતદારો ની સંખ્યા, પુરુષ કુલ્લ ૭,૭૨,૧૯૩, સ્ત્રી ૭,૨૩,૫૭૫, અન્ય ૧૭ તમામ મળી કુલ
૧૪,૯૫,૭૮૫.
કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રમુખ/ પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક કરવામાં આવી હતી તથા આખરી મતદારયાદીની નકલ તેમને આપવામાં આવી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિશ્રી બાલકૃષ્ણ મોતા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના પ્રતિનિધિશ્રી શહેઝાદ સમા તથા આમ આદમી પાર્ટી ના પ્રતિનિધિશ્રી ગોવિંદભાઈ મારવાડા હાજર રહ્યા હતા તથા એસઆઇઆર ની કામગીરી સંદર્ભે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
