તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ગુજરાતમાં ઉનાળાના પગરવઃ શુક્ર થી રવિ ફેબ્રુઆરી દરમિયાન ગરમીનો પારો ૩૯ ડિગ્રીને આંબી જશે
રાજકોટના તાપમાન ૩૭ ડીગ્રી આસપાસ રહેશે, કેટલાક ભાગોમાં પારો ૩૮ થી ૩૯ ડીગ્રીએ પહોંચી જશેઃ હવામાન નિશ્ણાંત રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારાઃ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં શિયાળો વિદાય લેતા અને ઉનાળો દસ્તક દેતા હોય તેવો માહોલ સર્જાવાનો છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી ૧૮ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે. આ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઉછાળો આવતા કાળઝાળ ગરમીનો અનુભવ થશે.
તાપમાનમાં તોતિગ વધારોઃ મોરબી અને રાજકોટમાં ગરમી વધશે
આગાહી મુજબ, ખાસ કરીને ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીનું જોર વધશે.
રાજકોટઃ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
મોરબીઃ અહીં તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી શકે છે.
અન્ય વિસ્તારોઃ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન ૩૮ થી ૩૯ ડિગ્રી સુધી પહોંચતા ફેબ્રુઆરીમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ થઈ શકે છે.
ઝાકળ અને ભેજનું પ્રમાણઃ
હાલ પヘમિના પવનો સક્રિય હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સવારે ઝાકળ (ધૂમ્મસ) જોવા મળી રહી છે.
૧૯ ફેબ્રુઆરીઃ મર્યાદિત વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે.
૨૦-૨૨ ફેબ્રુઆરીઃ ગરમી વધવાને કારણે ઝાકળ પડવાની શક્યતા નહિવત રહેશે.
૨૩-૨૪ ફેબ્રુઆરીઃ ફરીથી પヘમિના પવનો સક્રિય થતા ભેજ વધશે અને ફરી એકવાર ઝાકળનો માહોલ સર્જાશે.
વાદળછાયું વાતાવરણ અને રાહતઃ આગાહીકાર રમેશ બસિયાના જણાવ્યા મુજબ, આજે (૧૮ ફેબ્રુઆરી) રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે. ત્યારબાદ ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીએ મોરબી, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ વાદળોના કારણે ૨૩ તારીખથી તાપમાનમાં થોડો ઘટાડો થશે, જે ગરમીથી આંશિક રાહત આપશે.
પવનની દિશામાં પલટો આ સમયગાળા દરમિયાન પવનની દિશામાં પણ ફેરફાર થતા રહેશે
૧૯ થી ૨૨ ફેબ્રુઆરીઃ પૂર્વ-ઉત્તરપૂર્વ દિશાના પવન ફૂંકાશે.
૨૨ તારીખ સાંજથી ૨૪ ફેબ્રુઆરીઃ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. આમ, આગામી એક અઠવાડિયું ગુજરાતમાં મિશ્ર ઋતુ અને વધતી ગરમી વચ્ચે પસાર થશે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
