News of Wednesday, 18th February 2026
ધોરાજીના સેવાભાવી યુવાનોએ જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં
મહિલાને ૮૦ બોટલ લોહીની જરૂર પડતાં ૪૫ બોટલ લોહી એકત્ર કરી આપ્યું

ધોરાજી તા. ૧૮ :.. ધોરાજી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં જેતપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના રહીશ એક મહિલાને અતિ ગંભીર બીમારીથી તાત્કાલિક ૮૦ બોટલ લોહી ની જરૂર હોવાથી ધોરાજી શહેરમાં ભરતભાઈ મૂછડીયા, મનોજભાઈ હીરપરા, અંકિતભાઈ શ્યારા, ધોરાજીના તમામ મિત્રો ના સહકાર થી ૪૫ બોટલ લોહી એકત્રિત કરી મહિલાને આપ્યું હતું. અને બહારગામ રહેતા મિત્રોના સહકારથી ૮૫ બોટલ રક્ત ની વ્યવસ્થા તાત્કાલિક કરી આપેલ જેમાં જુનાગઢ સ્થિત લેબોરેટરીના સંચાલકોનો સહકાર તેમજ ધોરાજીના જુનાગઢ રોડ પર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બેડ ની વ્યવસ્થા કરી ૮૫ બોટલ લોહી એકત્ર કરી આપવામાં આવ્યું હતું જેને લઇ એ મહિલા જીવના જોખમમાંથી બહાર આવી ગયા હતા.
ધોરાજી શહેર ના સામાજિક કાર્યકર ભરતભાઈ મૂછડિયા એ પોતે ૬૯ મી વખત લોહીનું દાન કરેલ.
આ ઉપરાંત સમ્યક્ પુસ્તકાલય ચલાવે છે ,તેમજ શિક્ષણ નો વ્યાપ વધે તેમજ અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન યુવાનો માં જાગળતિ આવે દેશ ભાવના માટે કાર્યક્રમો કરે છે .
ધોરાજી ઇન્ડસ્ટ્રીયલ જોન રેલવે સ્ટેશન ગ્રુપ રોશનભાઇ રાદડિયા ,રાજેશભાઈ પરમાર તેમજ મિત્રો ના સહકાર થી આજે એક જીવન બચાવવા નિમિત બન્યા હતા.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
