તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ગોંડલમાં પ્રકાશને બે દિવસથી મરવાના વિચાર આવતા'તા એટલે લટકી ગયો!
પત્નિ જોઇ જતાં જીવ બચાવી લીધોઃ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૮: અલગ અલગ કારણોસર લોકો આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોય છે. તો કોઇ અકળ કારણોસર પગલા ભરતાં હોય છે. દરમિયાન ગોંડલમાં રહેતા એક યુવાનને સતત બે દિવસથી કોઇપણ કારણોસર મરી જવાના વિચાર આવતાં હોઇ જેથી તેણે ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે એ વખતે જ પત્નિ આવી જતાં જીવ બચાવી લીધો હતો. આ યુવાન રાજકોટ સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં ગુંદાળા ચોકડીએ જીવન જ્યોત પાર્કમાં રહેતાં પ્રકાશભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) નામના યુવાને ઘરે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વખતે જ તેના પત્નિ ધનીબેન જોઇ જતાં તુરત જ દેકારો મચાવ્યો હતો અને બીજા લોકોને બોલાવી પતિને નીચે ઉતારી લીધા હતાં. ગોંડલ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
પ્રકાશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને સેન્ટીંગ કામના કોન્ટ્રાક્ટ રાખે છે. તેને સંતાનમાં એક દિકરો છે. પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે કોઇપણ કારણોસર મને બે દિવસથી મરી જવાના સતત વિચાર આવતાં હતાં એટલે મેં આ પગલુ ભર્યુ હતું. પોલીસે તેનું વિશેષ નિવેદન નોંધવા અને કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. (
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
