News of Wednesday, 18th February 2026
બજાણા પાસે કારમાં લઇ જવાતો ૧૫ાા લાખનો દારૂ કબ્જે
૯૦૫ જેટલી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત

વઢવાણ તા.૧૮: બજાણા પોલીસ દ્વારા માલવણ થી પાટડી જતા રોડ ઉપર માલવણ કેનાલ પાસેથી મહેન્દ્રા બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઇ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી પસાર થતી શંકાસ્પદ બોલેરો પીકઅપ ઉભી રાખી તલાસી લેવામાં આવી હતી. જી.જે ૦૮ એડબલ્યુ ૬૮૮૨ વાળી કાર ઉભી રાખી અને તેની તલાશી લેવામાં આવતા તેની અંદરથી દારૂની નાની મોટી બોટલો ૭૯૩ તેમજ બીઆરટી નંગ ૧૧૨ મળી આવ્યા હતા આ મુદ્દે ૧૫,૬૧,૬૫૫ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગાડી ની કિંમત ગણી અને ૨૦,૦૬,૦૬૫ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ત્યારે ડાલુરામ લાખારામ જાટની અટકાયત કરવામાં આવી હતી અને આ મુદ્દે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દારૂની હેરાફેરી ઉપર હવે સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસે પણ દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
