<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

જોરાવરનગરમાં મારામારીના આરોપીનો હાથકડી પહેરેલો વિડીયો વાઇરલ થતા ચકચાર

કસ્‍ટડીમાં હોવા છતાં રોહિત શિહોરાએ વિડિયોકોલ કરી વિડિયો ઉતાર્યોઃ પોલીસ તપાસ શરૂ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: જોરાવનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ગુના નો આરોપી રોહિત સિહોરાએ તે પોતે હાથ કડી હાથમાં પહેરેલી હોય અને વિડિયો કોલ થી વાત કરતો હોય તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વીડિયો કોલ નું સ્‍ક્રીન રેર્કોડિંગ વાયરલ કરી અને રોફ જમાવતા ગીતો મૂકી અને સ્‍ટોરીમાં મૂકવામાં આવ્‍યું છે ૦૮ ડિસેમ્‍બર ૨૦૨૫ ના રોજ રોહિત શિહોરા મુન્નાભાઈ સિહોરા સંજયભાઈ સિહોરા અને દિપક સિહોરા દ્વારા ગણેશ દાદરીચા નામના યુવકને ખેરાળી રોડ ઉપર આવેલ પ્રમુખસ્‍વામી ટાઉનશીપના ગેટ પાસે ઉભો રાખી અને માર મારવામાં આવ્‍યો હતો. તું પોલીસને બાતમી કેમ આપે છે તેમ કહી માર મારવામાં આવ્‍યો હતો આ અંગે જોરાવરનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો અને આરોપીઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.

તે પૈકીનો રોહિત સિહોરા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્‍યો છે તેમાં પોતે હાથકડી પહેરેલી છે અને વિડીયો કોલ થી વાત કરી રહ્યો છે અને તેનું સ્‍ક્રીન રેકોર્ડ કરી અને સ્‍ટોરી મૂકી અને વાયરલ કરવામાં આવ્‍યું છે જેને લઇને પોલીસ કસ્‍ટડીમાં હોવા છતાં પણ વિડિયો ઉતારવામાં આવ્‍યો ત્‍યારે તેના સુધી મોબાઇલ કેવી રીતે પહોંચ્‍યો તે એક સળગતો સવાલ છે અને તપાસનો વિષય છે પરંતુ આ સોશિયલ મીડિયા ઉપર મીડિયામાં વિડીઓ વાયરલ થયા બાદ પોલીસ પણ ચોકી ઉઠી છે.

આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે આ વિડીયો કેટલો જૂનો છે કયાં ઉતારવામાં આવ્‍યો છે અને કયાંથી વાયરલ થયો છે અને કયા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે તે તમામ દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ કસ્‍ટડીમાં હથકડી પહેરેલી હોવા છતાં પણ આરોપીઓ સ્‍માર્ટફોનનો ઉપયોગ કરી અને વિડીયો વાયરલ કરે તો હવે સવાલ ઊભા થાય છે.

(1:18 PM IST)