તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
આવતીકાલથી ઠંડીનો એહસાસ થોડો વધશે?
સ્કાયમેટ અનુસાર ગુરૂવારથી ઉત્તર-પヘમિના પવનો વહેતા થશે તાપમાન નીચું જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૮: હવામાન વિભાગ આઇએમડી તેના દૈનિક રાષ્ટ્રીય પ્રસારણમાં છેલ્લા બે દિવસથી વર્તારામાં જણાવે છે કે, ગુજરાતમાં રાત્રિનું લઘુતમ તાપમાનમાં ચારેક દિવસ સુધી ક્રમશઃ વધારો થશે જયારે ગુરૂતમ તાપમાનમાં ખાસ બદલાવ નહીં આવે. જો કે એથી વિપરિત સૌરાષ્ટ્રમાં બે દિ' થી રાત્રિ દરમ્યાન ઠંડીનો થોડો ચમકારો અનુભવાઇ રહયો છે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત ગુજરાત અંગે જણાવે છે કે, તા. ૧૯ ફેબ્રુઆરી અર્થાત આવતી કાલથી વેસ્ટર્ન ડિસ્ટબન્સના પસાર થઇ ચુકયા બાદ ઉતર પશ્વિમના પવનો વહેતા થશે જેથી તાપમાન થોડું નીચુ જવાની સંભાવના રહે છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
