News of Wednesday, 18th February 2026
જસદણના શિવરાજપુરની અથડામણમાં મૃતક સહિત ૧ર સામે હત્યાની કોશિષનો ગુન્હો નોંધાયો
જસદણ પોલીસ મથકમાં વળતી ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા. ૧૮: જસદણના શિવરાજપુર ગામ હડમતીયા ચોકડી નજીક રસ્તામાં વાહન ઉભુ રાખવાની બાબતની બોલાચાલીનો ખાર રાખી છગનભાઈ ઝાપડીયાં (ઉ.વ.૩૦)ને છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ નારણ રાજા મુંધવા (ઉ.વ.૪૫, રહે. જસદણ)એ છગનભાઈ ઝાપડીયા, તેના બે પુત્રો નિલેશ, શૈલેષ, જયંતી છના સરીયા અને આઠેક અજાણ્યા શખ્સો સામે ધારીયા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની વળતી ફરિયાદ જસદણ પોલીસ મથકમાં થઇ છે.
નારણ મુંધવાએ પોલીસને જણાવ્યું કે, તે તેના કૌટુંબીક ભાઈનો દીકરો સાગર નથુ મુંધવા, વજા રઘુ મુંધવા તેમજ ગભરુ સહિતનાઓ શિવરાજપુર ગામે કાળીકશ વિસ્તારમાં સમાધાન માટે જતાં અગાઉથી-જ ત્યાં હથિયારો સાથે ઉભેલા છગન, તેના બે પુત્રો નિલેશ, શૈલેષ, જયંતી સરીયા અને આઠેક અજાણ્યા શખ્સો સાથે તેમની માથાકૂટ થઇ હતી.
જેમાં આરોપીઓએ હું તમને પતાવી દઇશ તેમ કહીં ધારીયાનો ઘા ઝીંકી દેતા તે પડી ગયો હતો. જે જોઈને વજાએ છરીથી છગનભાઈ અને નીલેશ પર હુમલો કરતા છગનભાઈ પડી ગયા હતા. બીજી તરફ ટોળું તેની તરફ દોડતાં તે ડરી ત્યાંથી જતાં રહ્યા હતા. આ ઘટનામાં તેને જડબાનાં ભાગે ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
