News of Wednesday, 18th February 2026
ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની તબિયત લથડતા અમિત ચાવડાએ ખબર અંતર પૂછયા

ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની તબિયત લથડતા અમિત ચાવડાએ ખબર અંતર પૂછયા
(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: અમદાવાદના ધારાસભ્ય ઇમરાનભાઇ ખેડાવાળાની એકા એક તબિયત લથડી જતા પ્રદેશ પ્રમુખ ચાવડાએ ખબર અંતર પૂછયા અને એકદમ સ્વાસ્થ્ય થઈ જશો તેવું આશ્વાસન આપ્યું હતું.
ગુજરાતના મુસ્લિમ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખના નાનાભાઈ સમાન અને કાયમી સાથે રહેનાર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાનભાઇ ખેડાવાળાની એકા એક હાર્ટ એટેકનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તાબડતોડ હોસ્પિટલે પહોંચ્યા જ્યાં ઇમરાનભાઇ ખેડાવાળાના ખબર અંતર પૂછયા હતા અને ઇમરાનભાઇ ખેડાવાળાની તબિયત સુધારા ઉપર હોય તે જોઈ શ્રી ચાવડા એ રાહતનો દમ અનુભવેલ હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
