<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં જુનાગઢ ડી.ઈ.ઓ.લતાબેન ઉપાધ્‍યાયની સરાહનીય કામગીરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: ગુજરાત માધ્‍યમિક અને ઉ. માધ્‍યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગરનાં કારોબારી સભ્‍ય શ્રી નીલેશ સોનારાના જણાવ્‍યા મુજબ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા આપનાર જુનાગઢ જિલ્લાના વિધ્‍યાર્થીઓને કોઈ પણ પ્રકારની સમસ્‍યા કે મુશ્‍કેલી ન રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્‍યાય અને ટીમ દ્વારા ખૂબજ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે ગત વર્ષે યોજાયેલ બોર્ડની પરીક્ષામાં એક પણ જાતની ક્ષતિ વગર પરીક્ષાઓ લેવાઈ જે ખરેખર અભિનંદન ને પાત્ર છે. આ વર્ષે પણ લતાબેન ઉપાધ્‍યાય અને તેની કચેરીની ટીમ દ્વારા જુનાગઢ જિલ્લાને ચાર જોનમાં વહેચી સુચારું વ્‍યવસ્‍થા કરેલી છે આ ઉપરાંત પરીક્ષાર્થીઓ તથા વાલીઓને કોઈ પણ જાતની સમસ્‍યા કે મુશ્‍કેલીના નિવારણ માટે આ વર્ષે પણ એક સ્‍પેશિયલ ટીમ બનાવી તાલુકા વાર હેલ્‍પલાઇન નંબર જાહેર કરેલ છે જેથી કરીને કોઈ પણ સમસ્‍યાનું ત્‍વરિત નિરાકરણ થઈ શકે અને વિધ્‍યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે.એ બદલ જિલ્લાસિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્‍યાયને ખૂબ ખૂબ અભિનંદન બોર્ડ સદસ્‍ય શ્રી નીલેશ સોનારાના જણાવ્‍યા મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉ.માધ્‍યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા પરિક્ષાઓનો એક્‍શન પ્‍લાન જાહેર થઈ ગયો છે. તા.૨૬ ફેબ્રુઆરી થી તા.૧૮ માર્ચ સુધી પરીક્ષા લેવાશે. ધોરણ ૧૦ માં કુલ ૯૦૭૧૭૫ અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫૧૦૨૮૬ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૧૯૨૬૩ વિધ્‍યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા આપતા વિધ્‍યાર્થીઓ માટે નીચે મુજબનું માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્‍યા છે તથા વિધ્‍યાર્થીઓએ ધ્‍યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જાહેર કરવામાં આવી છે જેમાં:

 વિધ્‍યાર્થીઓ જ્‍યારે પરીક્ષા સ્‍થળ પર પહોંચે ત્‍યારે તેનું પ્રવેશપત્ર હાથમાં રાખવું જેથી કરીને ચકાસણી કરવામાં સરળતા રહે.

પરીક્ષામાં બિનજરૂરી સામાન કે સાહિત્‍ય લાવવાનું નથી અને જો ભૂલથી લાવ્‍યા હોય તો નિર્ધારિત કરેલ જગ્‍યા પર મૂકી દેવું.

પરીક્ષા સ્‍થળ પર લખેલી બેઠક વ્‍યવસ્‍થા જાણી લેવી.

પરીક્ષા સ્‍થળ પર મોબાઈલ કે કોઈ પણ પ્રકારની ઇલેક્‍ટ્રોનિક ગેજેટ લઈ જવું પ્રતિબંધિત છે તેમ છતાં આપની પાસે ભૂલથી મોબાઈલ કે ઇલેક્‍ટ્રોનિક ગેજેટ રહી ગયેલ હોય તો કેન્‍દ્ર પરના સ્‍ટાફ પાસે પરીક્ષા ખંડમાં જતા પહેલાં જમા કરાવો.

પ્રિટેડ વાંચન લક્ષી સાહિત્‍ય ભૂલથી લાવ્‍યા હોય તો પરીક્ષા સ્‍થળ પર રહેલ પヘાતાપ પેટીમાં મૂકી દેવું.

પરીક્ષા નંબર મુજબ બ્‍લોકની ચકાસણી કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો.

પરીક્ષાખંડમાં આપવામાં આવતી સૂચનાઓ કાળજી પૂર્વક સાંભળો અને દરેકને મુખ્‍ય જવાબવહી મળી જાઈ ત્‍યાં સુધી શાંતિથી બેશો ત્‍યારબાદ સૂચના મુજબ મુખ્‍ય જવાબવહીમાં વિગત ભરવી.

સીસીટીવી કેમેરા સમક્ષ પ્રશ્‍નપત્રનું પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્‍નપત્રનું પેકેટ શીલબંધ છે તે મુજબની ખાતરી કરાવી સહી લેવામાં આવશે.

પ્રશ્‍નપત્ર પૂરું અને યોગ્‍ય મળ્‍યું છે તે ચકાસી લેવું.

દરેક વિધ્‍યાર્થીઓએ બારકોડ સ્‍ટીકર પર લખેલ બેઠક નંબર અને પ્રવેશપત્ર પર લખેલો બેઠક નંબર એકજ છે તેની ખાસ ચકાસણી કરી લેવી.

પરીક્ષા દરમિયાન આપના પ્રવેશપત્રમાં નિરીક્ષકની સહી કાળજીપૂર્વક કરાવી લેવી.

પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બેલને ધ્‍યાને લઈ જવાબ લખો. દસ મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્‍યારે પુરવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરાથી મુખ્‍ય જવાબવહી અને પુરવણી બાંધી દેવી. તથા સરવાળો કરીને મુખ્‍ય જવાબવહીમાં તેની સંખ્‍યા લખી દેવી. અને બચેલા કોરા પેઇજ પર પેનથી લાઇન કરી દેવી અને અંતે સૂચના મુજબ મુખ્‍ય જવાબવહી અને પુરવણી પર સ્‍ટીકર લગાવવું.

પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે દરેકે લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબવહી લઈ લે ત્‍યાં સુધી શાંતિથી બેસવું અને સૂચના મળે પછી પરિક્ષાખંડની બહાર નીકળવું. 

(12:11 PM IST)