તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
નિર્વિઘ્ને, શાંતિપૂર્ણ રીતે મેળો પૂરો કરાવવાનું શ્રેષ્ઠ આયોજન કરવા બદલ આભાર માનતુ તંત્ર
આ વર્ષે રેકર્ડ બ્રેક ૨૫ લાખથી વધુ ભાવિકો આવ્યાઃ ચરણસિંહ ગોહિલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮: જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાયો હતો. પાંચ દિવસીય મેળાનું રવિવારની રાત્રે રવેડી શાહી તાાન બાદ સમાપન થયું છે. દરમિયાન મેળાના અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ આ મેળામાં રેકર્ડ બ્રેક ૨૫ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. જોકે તેમ છત્તા નિર્વિઘ્ને, શાંતિપૂર્ણ માહોલમાં મેળો પૂર્ણ થયો છે.
આ વખતે તંત્રએ પ્રથમ વખત તમામ વાહનોના પ્રવેશને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો જે સરાહનીય રહ્યો છે. જેના કારણે મેળામાં કયાંય ભીડ, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ ન હતી.
ર્પાકિંગ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, ચાલીને જવાનું હોય ત્યાં પણ માર્ગમાં આકર્ષક બેનરો, ભવ્ય રોશની, સેલ્ફી પોઇન્ટ, પીવાના પાણીની અને આરામ કરવાની વ્યવસ્થા, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરિણામે કોઈ દુર્ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો છે.
આ રીતે ૨૫ લાખથી વધુ ભાવિક હોવા છતાં નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હોય ખરેખર જૂનાગઢની જનતા મેળાના સફળ આયોજન બદલ એ અધિકારીઓનો આભાર માને છે જેમણે શ્રેષ્ઠ આયોજન કર્યું હતું. ત્યારે ખાસ કરીને મેળાને સફળ બનાવવા માટે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના માર્ગદર્શનમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયા, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, મેળાના અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડીઆઈજી નિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેષ ધાંધલીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમના કરેલા માઇક્રો પ્લાનિંગથી જ મેળો નિર્વિઘ્ને, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
