<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકની સમય મર્યાદામાં ચુંટણીઓ નહી કરાવતા રાજ્‍યના સહકાર સચિવ, રાજ્‍યના રજીસ્‍ટ્રાર સહકાર તેમજ અમરેલી કલેક્‍ટર સહિત છ અધિકારીઓને હાઇકોર્ટનુ તેડુ આવતા ચકચાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ :. ગુજરાત સરકાર વડોદરા ડેરીના સંચાલકોની ચુંટણીમાં  હાઇકોર્ટના ઘુંટણીએ પડયાની સમાચારની શાહી સુકાઈ નથી ત્‍યા અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક લીના બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ની ચુંટણી નહી કરતા અમરેલી બેંક દ્રારા પણ ગુજરાત હાઇકોર્ટમા કન્‍ટેમપ્‍ટ અરજી દાખલ  કરતા હાઇકોર્ટ દ્રારા નોટીસ કરવાનો હુકમ કરેલ છે અને આ અંગે વધુ સુનાવણી આગામી તારીખ ૨૦-૦૨-૨૦૨૬ ના રોજ રાખેલ છે.

આ અંગેની વિગત એવી છે કે અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્‍ની અગાવ ૨૦૨૧મા ચુંટણી યોજાઈ હતી અને આગામી તારીખ  ૧૪-૦૩-૨૦૨૬ ના રોજ તેમની મુદત પુરી થતી હોવાથી ગુજરાત કોઓપરેટીવ સોસાયટી એકટ ત્‍થા  ગુજરાત સ્‍પેસિફાઇડ કો- ઓપરેટિવ સોસાયટીઝ ચૂંટણી ટુ કમિટીઝ નિયમો, ૧૯૮૨  ગુજરાત હાઇકોર્ટ ના  સને ૨૦૨૨ ના જજમેન્‍ટ    પ્રમાણે બેંક દ્રારા મુદત પુરી થતી હોય તેના ૯૦ દિવસ પહેલા ચુંટણીઓ કરવા માટે પ્રપોઝલ મોકલવાની હોય છે જેથી અમરેલી બેંક દ્રારા તારીખ ૧૦-૧૨-૨૦૨૫ ના રોજ અમરેલીના જિલ્લા રજીસ્‍ટ્રારને પ્રપોઝલ મોકલી ચુંટણીઓ કરવા માંગણી કરવામા આવેલ હતી અને ગુજરાત કોઓપરેટીવ એકટ પ્રમાણે જે સોસાયટીનો સ્‍પેસીફાઇડ સોસાયટીમાં સમાવેશ થતો હોય તેમની ચુંટણીઓ જે તે જિલ્લાના કલેક્‍ટર દ્રારા કરવાની હોય છે જેથી અમરેલીના જિલ્લા રજીસ્‍ટ્રાર દ્રારા તારીખ  ૩૧-૧૨-૨૦૨૫ ના રોજ અમરેલીના કલેક્‍ટરને અમરેલી બેંક ના બોર્ડ ઓફ ડાયરેક્‍ટરસ ની ચુંટણીઓ કરવા પ્રપોઝલ મોકલી આપેલ હતી અને તારીખ ૫-૦૧-૨૦૨૬ ના રોજ અમરેલીના કલેક્‍ટર દ્રારા અમરેલીના પ્રાંત ઓફીસરને ચુંટણીઓ કરવા અંગે સતા આપતો હુકમ કરવામાં આવેલ હતો આમ છતા સત્તાધિશો દ્રારા અમરેલી બેંકની ચુંટણીઓ અંગે કોઈ  કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સરકાર દ્રારા તારીખ  ૨૮-૦૧-૨૦૨૬   ના રોજ એક પરિપત્ર બહાર પાડી સ્‍પેસીફાઇડ સોસાયટીની મુદત પુર્ણ  થતી હતી તે તમામ સંસ્‍થાઓની ચુંટણીઓ  છ મહીના માટેની મુદત વધારવા હુકમ કર્યો હતો જો કે કાનુની નિષ્‍ણાતોના પ્રમાણે સરકાર દ્રારા જે પરિપત્ર બહાર પાડેલ છે તે કાયદાકીય રીતે ટકી શકે તેમ ન હોય  તેમ છતા સરકાર દ્રારા આગળની કોઈ કાર્યવાહી ન થતા જિલ્લા બેંક દ્રારા એડવોકેટ  રાજેશ રૂપારેલીયા ત્‍થા  એડવોકેટ આયુષ રૂપારેલીયા મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટ  સને ૨૦૨૨ ના ગુજરાત હાઇકોર્ટના જ એક હુકમનો અનાદર  થતા હાઇકોર્ટમાં કન્‍ટેમપ્‍ટ અરજી દાખલ  કરવાંમાં આવેલ છે અને અંગે જસ્‍ટિસ કારીયા તથા જસ્‍ટિસ પીરઝાદાની ખંડપીઠમાં સુનાવણી થતા નામદાર કોર્ટ દ્રારા ગુજરાત સરકારના સહકાર વિભાગના પ્રિન્‍સીપાલ સેક્રેટરી આર. સી. મીના, ગુજરાત સરકારના રજીસ્‍ટ્રાર ઓફ કોઓપરેટીવ મિતેષભાઇ પંડયા, અમરેલીના કલેક્‍ટર વિકલ્‍પ ભારદ્વાજ, અમરેલીના પ્રાંત અધિકારી નાકીયા, અમરેલીના ડીસ્‍ટ્રીક્‍ટ રજીસ્‍ટ્રાર સંદિપ  અનીયાલીયા તેમજ અમરેલીના મામલતદાર વરુને નોટીસ કરવાનો હુકમ કરેલ છે અને આ અંગે વધુ સુનાવણી આગામી તારીખ ૨૦-૨-૨૦૨૬ ના રોજ રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે  આ અગાવ સરકાર દ્રારા વડોદરા ડેરીમાં પણ ચુંટણીઓ નહી કરાવતા ડેરીના સંચાલકો દ્રારા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આશરો લેવો પડયો હતો ત્‍યારે ફરી અમરેલી બેંકના હોદેદારો દ્રારા તેમની બેંકની ચુંટણીઓ કરાવવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આશરો લેવો પડેલ છે જે બાબત સમગ્ર ગુજરાતમાં ચકચાર બનેલ છે. 

(1:19 PM IST)