તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ઓખામાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદથી પોલીસ બેડામાં ખળભળાટ
પરિણીતાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ :ઓખામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ જ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરતી પોલીસ પ્રણાલીને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓખામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ જ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, આરોપી પોલીસકર્મીએ પીડિત પરિણીતા સાથે અગાઉ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૃ થઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી પોલીસકર્મીએ પરિણીતા સાથે મુલાકાતો વધારી હતી. જોકે, જ્યારે પરિણીતાએ તેની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે પોલીસકર્મીએ પોતાનું અસલી રૃપ બતાવ્યું હતું.
આરોપી પોલીસકર્મીએ પરિણીતાના જૂના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવાનું શરૃ કર્યું હતું. આ ધમકીના જોરે તેણે પરિણીતાને વારંવાર હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પોલીસકર્મીના સતત ત્રાસથી કંટાળીને અંતે પીડિતાએ હિંમત ભેગી કરી ઓખા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, જે પોલીસ મથકે આરોપી ફરજ બજાવતો હતો, ત્યાં જ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપી વિરુદ્ધ કડક તપાસના આદેશ આપ્યા છે. હાલમાં પોલીસે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
