<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

કોટડા સાંગાણીમાં બૂલેટ સ્‍લીપ થતાં રાજકોટ કલ્‍યાણનગરના ભરતભાઇ દાફડાનું મોત

ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આધેડ કામ માટે ગયા હોઇ ત્‍યાંથી પરત આવતી વખતે બનાવ

 

રાજકોટ તા. ૧૯: કોટડા સાંગાણી પાસે બૂલેટ સ્‍લીપ થઇ જતાં ચાલક રાજકોટના આધેડને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. કલ્‍યાણનગરના આધેડ કોઇ કામ માટે કોટડા ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ એચ. જે. દોશી હોસ્‍પિટલ પાછળ કલ્‍યાણનગર-૧માં રહેતાં ભરતભાઇ પ્રેમજીભાઇ દાફડા (ઉ.વ.૪૫) ગત સાંજે સાડા પાંચેક વાગ્‍યે કોટડા સાંગાણી અને અરડોઇ વચ્‍ચેના રસ્‍તા પરથી બૂલેટ હંકારીને રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં બૂલેટ સ્‍લીપ થતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કોટડા સાંગાણી પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ભરતભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:12 AM IST)