તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
વિરમગામ પાસે બાવન લાખનો દારૂ ઝડપાયો
મહારાષ્ટ્રથી દારૂ ભરીને નિકળેલો ટ્રક તમામ ચેકપોસ્ટ વટાવીને છેક ગુજરાત પહોંચી ગયોઃ ટ્રક ચાલકની અટકાયત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૯: વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર સર્કલ નજીક ૫૨.૦૬ લાખની કિંમતનો દારૂની ૨૩,૬૬૪ બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂપિયા ૬૨૧૧૦૮૦ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ડ્રાઇવરને અટકાયત કરી છે. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રથી દારૂનો જંગી જથ્થો ભરીને નીકળેલ ટ્રક તમામ ચેકપોસ્ટ વટાવીને છેક ગુજરાતના વિરમગામ સુધી પહોંચી ગયું હતું.
વિરમગામ ગ્રામ્ય પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરીને ટ્રક અમદાવાદથી મોરબી હાઇવે વાયા હાસલપુર સર્કલ થઈ પસાર થવાનો છે. બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે હાસલપુર સર્કલ નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી વાળો ટ્રક (એમએચ-૫૦-એન-૩૩૦૨) આવતા રોકી તપાસ કરતા શાકભાજી ભુસાના કોથળાની આડમાં સંતાડેલો વિદેશી દારૂની ૨૩,૬૬૪ બોટલ (કિં.રૂ.૫૨,૦૬,૦૮૦ લાખ) મળી આવી હતી. દારૂ, ટ્રક (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦), મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) મળી કુલ રૂપિયા ૬૨,૧૧,૦૮૦નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક રાજુ તમમા ભામશો ખાંડેકર (રહે. મિરાજ તાલુકો, જિ.સાંગલી, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.
જ્યારે વિદેશી દારૂ ગુજરાતમાં મોકલનાર સાજીદ મુલાની દિવાન (રહે. કરાડ, જિ.સતારા, મહારાષ્ટ્ર) હાજર મળી નહીં આવતા તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. કયા બુટલેગરે મંગાવ્યો હતો તે અંગે હજુ રહસ્ય છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
