News of Thursday, 19th February 2026
સુરેન્દ્રનગર ખાણખનિજ વિભાગ દ્વારા ૧ વર્ષમાં ૧૦૦૯ સ્થળોએ ખનિજ ખનન વહન પર દરોડાની કામગીરી
૯૨૨ જેટલા વાહનો જપ્તઃ ૧૫.૪૦ કરોડના દંડની પણ વસુલાત

(ફઝલ ચોહાણ દ્વારા ) વઢવાણ, તા.૧૯: સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં કરેલી કામગીરી નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં અલગ અલગ સ્થળો ઉપર ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ૧,૦૦૯ જેટલા કેસો કરવામાં આવ્યા છે જેમાં ખનન વાહન સંગ્રહ અને પરિવહન એમ ચાર પ્રકારે દરોડા પાણી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ એક વર્ષની અંદર ૯૨૨ જેટલા વાહનો પણ ખનીજ ચોરી દરમ્યાન જપ્ત કરવામાં આવ્યા છે જેમાં અવરલોડ ખનીજ ચોરી કરતા ટ્રેલરો તેમજ ખનીજ ચોરીમાં વપરાશ થતાં ટ્રેક્ટર ચરકીઓ જેસીબી મશીન હિટાચી મશીન સહિતના ૯૨૨ જેટલા વાહનો એક વર્ષની અંદર ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં કરવામાં આવેલી કામગીરી નો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે.
ત્યારે એક વર્ષની અંદર ૧૫.૪૦ કરોડ રૂપિયાનો દંડ પણ ખનીજ માફિયાઓ પાસેથી ખાલી ચોરી કર્યા હોવા મુદ્દે વસૂલવામાં આવ્યો છે અત્યાર સુધીનો સૌથી વધુ વસૂલાત ચાલુ વર્ષે કરવામાં આવી છે અને રેકોર્ડ દંડ વસુલાત કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો દંડ વસૂલવા મામલે અને ખનીજ ચોરો ઉપર કાર્યવાહી કરવા મુદ્દે બીજા ક્રમે હોવાનું પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
હાલના તબક્કામાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગમાં જપ્ત કરેલા વાહનો રાખવાની જગ્યા ન હોવાના કારણે અન્ય જગ્યાઓ ઉપર રાખવા પડી રહ્યા છે ત્યારે આ અંગે પણ તંત્ર દ્વારા વિચારણા કરી અને ખનીજ ચોરીમાં ઝડપાયેલા વાહનો છે તે જપ્ત કરી અને યોગ્ય સ્થળે રાખવાની વ્યવસ્થા કરાવી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે હાલમાં જ્યારે ખનીજ ચોરી ઝડપાઈ અને તેમાં ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાય ત્યારે સરકારી કચેરીઓમાં મૂકવાની નોબત સર્જાય છે કારણ કે ખાણ ખનીજ વિભાગની ઓફિસ નજીક ફાળવવામાં આવેલ ગ્રાઉન્ડ સમગ્ર ભરાઈ ગયું છે અને ત્યાં વાહનોનો થપ્પો લાગી ગયો છે અને અન્ય ખનીજ ચોરીમાં ઝડપાયેલા ખનિજના પણ ઢગલા થઈ ગયા છે ત્યારે અગામી દિવસોમાં ઝડપાયેલું ખનીજ અને વાહનો રાખવા અંગે જગ્યા ફાળવણી કરવી પણ હવે જરૂરી બની હોય તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
