તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
૬પ ગ્રાહકો સાથે ૩૮ લાખની છેતરપીંડી
રાણાવાવમાં બાઇક માટે લોભામણી લોન સ્કીમ રાખીને : ટુ-વ્હીલરના શો-રૂમમાં બેસીને ગ્રાહકોને જુના બાઇક સામે નવા બાઇક માટે લોનનું કહીને છેતરપીંડી કરનાર ફાયનાન્સ કંપનીના કર્મચારી સામે ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯ : રાણાવાવમાં જુના બાઇકને નવા બાઇક તરીકે ગણાવીને લોભામણી લોન સ્કીમ રાખીને ૬પ ગ્રાહકો સાથે ૩૮ લાખની છેતરપીંડી કરનાર ફાયનાન્સ કંપનીના કર્મચારી ધવલ ભરતભાઇ ખુદાઇ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે આ કર્મચારી બાઇકના શો રૂમમાં બેસીને ગ્રાહકોને લોન સ્કીમ માટે લલચાવતો હતો.
રાણાવાવના પ્રકાશભાઇ સુખાભાઇએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે ધવલ ભરતભાઇ ખુદાઇ હીરો ફ્રીન્કોમ ફાયનાન્સમાં નોકરી કરે છે અને ધવલએ જયશ્રી મોટર્સ નામના શો રૂમમાં બેસીને ગ્રાહકોને ટુ-વ્હીલ વાહનોની સ્કીમનું કહીને જુના વાહનો પરત રાખીને નવા વાહનો સસ્તા ભાવે આપવાનું કહીને લોન કરાવીને આ લોન ગ્રાહકોએ ભરી દીધી છતા લોન કલોઝ નહીં કરાવીને ખોટી એન.સી.એ. આપીને રૂા. ૩૮૩૬૬૦૦ ની છેતરપીંડી કરી હતી આવી છેતરીપંડી તેમણે ૬પ ગ્રાહકો સાથે કરી હોવાનું ખૂલ્યું છે.
રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એમ. કણઝારીયા વધુ તપાસ ચલાવે છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
