News of Thursday, 19th February 2026
દરિયાકાંઠે દેશી દારૂ બનાવતી બે મહિલાની સાથે ૫ શખ્સો પકડાયા
માંગરોળના આંત્રોલી ગામે દરોડો, ૯,૨૩૦નો મુદામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯: માંગરોળ તાલુકાના આંત્રોલીના દરિયાકાંઠે જંગલમાં દારૂ ગાળવાની પ્રવળત્તિ ચાલી રહી હોવાની બાતમી પેટ્રોલિંગ દરમિયાન મળતા શીલ પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફે મંગળવારે બપોરે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આંત્રોલીના ૬૫ વર્ષીય વાલીબેન દેવાભાઈ ભરડા અને ૪૦ વર્ષીય મીનાબેન દેવાભાઈ ભરડા નામના મહિલાને ઝડપી લીધી હતી. પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો, તૈયાર દેશી દારૂ, લોખંડના બેરલ, પ્લાસ્ટિકના કેન, નળીઓ વગેરે સાધનો સહિત કુલ રૂ. ૬,૨૩૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બે મહિલા સંચાલિત દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડવાની સાથે પોલીસે સ્થળ પરથી માંગરોળના દિવાસા ગામનો નાથા કરસનભાઈ ચુડાસમા, રામભાઈ રાજસી ડાકી અને આંત્રોલીના કેશુ લાખાભાઈ ગરેજા સહિત ૩ શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ લોકઅપમાં મોકલી આપ્યા હતા.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
