News of Thursday, 19th February 2026
સવારે ઠંડીનો ચમકારો
સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરે ઉનાળા જેવું વાતાવરણ

રાજકોટ, તા., ૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જો કે લઘુતમ તાપમાનનો પારો નીચે ન ઉતરતા ઠંડીમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો નોંધાયો છે અને બપોરે ઉનાળા જેવું વાતાવરણ અનુભવાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા)
જુનાગઢ : જૂનાગઢ, ગિરનારના તાપમાનમાં વધારો થતા આજે સવારથી ગરમી શરૂઆત થઈ ગઈ હતી.
ગઈકાલે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી અને ગિરનાર પર ૯.૬ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨.૩ ડિગ્રી વધીને ૧૬.૯ ડિગ્રી નોંધાતા સવારથી ગરમીનું આક્રમણ શરૂ થયું હતું.
સવારે ગરમી વધવાની સાથે ગઈકાલની સરખામણીએ આજે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૭૧ ટકા થઈ ગયું હતું આ સાથે પવનની ઝડપ પણ ઘટીને ૩.૫ કિલોમીટરની થઈ હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.૬, મહતમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૬૮ ટકા, પવનની ગતી પ.૧ કિ.મી. રહી છે.

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
