News of Thursday, 19th February 2026
જેતપુર બ્લડ બેંકમાં કર્મચારી રોહિત રૈયાણી પીધેલ હાલતમાં અને દારૂની બોટલ સાથે પકડાયો
પોલીસે દારૂ આપનાર સિરાજ કુરેશીના ઘરે રેઇડ કરતા ત્યાંથી પણ દારૂ મળ્યોઃ અન્ય બેની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા, જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૯: શહેરના જુનાગઢ રોડ પર આવેલ દેવ બ્લડ બેન્કમાં દર્દી માટે પરિવારજનો બ્લડ લેવા જતા ત્યાં કર્મચારી પીધેલ હાલતમાં હોય પોલીસે ને જાણ કરતા પોલીસે તે શખ્સને બ્લડ બેન્ક માંથી ૩ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડ્યો તેની પૂછપરછ દરમ્યાન જેની પાસેથી દારૂ લાવેલ હોય તેના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરતા ૬ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
માનવ બ્લડ કોઈ ફેક્ટરીમાં બની શકતું ન હોય લોકોએ ડોનેટ કરેલ બ્લડ લેવા માટે બ્લડ બેન્ક ઉપર ભરોસો રાખી ત્યાં પોતાના સ્વસ્થ માટે બ્લડ લેવા જાય છે તે બ્લડ બેન્કનો કર્મચારી પીધેલ હાલતમાં મળી આવ્યા ના બનાવ બનવા પામ્યો. અત્રેના જૂનાગઢ રોડ ઉપર આવેલ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઇફ બ્લ્ડ સેન્ટરમાં ગઈ કાલે પોતાના પરિવારજન માટે બ્લડ લેવા ગયેલ ત્યારે ત્યાં ફરજ પર બેઠેલ કર્મચારી પીધેલ હાલતમાં હોય મનસ્વી વર્તન કરતો હોય આ અંગેની જાણ પોલીસને કરાતા પી આઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મિલનસિંહ ડોડીયા, અમિતભાઈ સિદ્ધપરા, સાગરભાઇ મકવાણા, ભગીરથસિંહ જાડેજા, લાખુભા રાઠોડ, પ્રદીપભાઈ અગરિયા એ ત્યાં બ્લ્ડ બેન્ક ખાતે જઈ તપાસ કરતા તે શખ્સ રોહિત ઉર્ફે કાળુ દિલીપભાઈ રૈયાણી રહે ગોંડલ વાળો પીધેલ હાલતમાં હોય અને ત્યાં થી બે બોટલ ઇંગલિશ દારૂ તેમજ ખાલી બોટલો મળી આવતા રોહિત ની ધરપકડ કરી દારૂ અંગે પૂછપરછ કરતા શહેરમાં રહેતા સિરાજ અજીજભાઈ કુરેશી (ખોડપરા) તેમજ બાલી વ્યાસ (ગોંડલ) પાસે થી લાવ્યો હોવાની કબૂલાત આપતા પી આઈ એ ડી પરમારે સ્ટાફ સાથે સિરાજના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૬ કિંમત રૂ ૧૩,૨૦૦ નો મળી આવતા પોલીસે સિરાજ ને દારૂ અંગે પુછતા તે દારૂ ગોંડલ ખાતે રહેતા ઇરફાન કટારિયા પાસેથી લાવેલ હોવાનું કબુલ કરતા શહેર પોલીસે રોહિત રૈયાણી, સિરાજ કુરેશી બંનેને પકડી પાડી ચારે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી બાલી વ્યાસ અને ઇરફાન કટારિયાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
