<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનું સૌથી મોટુ જનકલ્‍યાણ બજેટ : મહેશ કસવાલા

ગુજરાત સરકારના બજેટને આવકારતા સાવરકુંડલાના ધારાસભ્‍ય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૯: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીજીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્‍યાણના મિશન સાથેનું જાજરમાન બજેટ રજૂ કરવા બદલ  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્‍યો છે. ગુજરાત  સરકારના નાણામંત્રી એ ૨૦૨૬-૨૭ ના વર્ષે ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવા જાહેરાત કરી હતી.ઞ્‍ખ્‍ળ્‍ફ  એટલે કે  ગરીબ, યુવા, અનદાતા, નારીશક્‍તિને સશક્‍ત બનાવવા માટે બજેટમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.૨૯૭૦૯  કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્‍યના માળખાકીય વિકાસને મજબૂત બનાવશે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ માટે રૂ.૨૫૪૦૩  કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે આરોગ્‍ય સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવશે અને લોકોને વધુ સારી આરોગ્‍ય સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવશે, મુખ્‍યમંત્રી પોસ્‍ટિક આહાર યોજના માટે રૂ.૫૯૮  કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણને સુનિશ્‍ચિત કરશે. આ બજેટ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને રાજ્‍યના વિકાસને વધુ વેગ આપશે.તેવું ગુજરાત રાજ્‍ય નું સને ૨૦૨૬-૨૭ના વર્ષનું ગરીબ,ખેડૂતલક્ષી બજેટ રજૂ કરી ગુજરાતના વિક્‍સનને વેગન આપનાર હોય તેથી મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઇનો  આભાર વ્‍યકત કરી આ બજેટને સાવરકુંડલા વિધાન સભાના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા દ્વારા આવકારમાં આવેલ છે તેમ અટલ ધારા કાર્યાલયની યાદી જણાવે છે.

(1:20 PM IST)