<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

નાલંદા તિર્થધામમાં ૬ મહાસતીજીઓની દિક્ષાતીથીનીઃ ધર્મ-ધ્‍યાન સાથે ઉજવણી

પૂ.ઈન્‍દુબાઈ મ.સ.ની ૭૬મી તથા પૂ.રંજનબાઈ-પૂ.પદ્માબાઈ મ.સ.ની ૬૦મી સંયમ જયંતી : પૂ.સોનલબાઈ મ.સ.નો ૪૫મો, પૂ.મિનળબાઈ મ.સ.નો ૩૪મો અને પૂ.નાના ઈન્‍દુબાઈ મ.સ.નો ૬૬મો પ્રવજ્‍યા અંગીકાર-દિવસ

રાજકોટ, તા.૧૯: ગો.સં.પ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્‍દુબાઈ મહાસતીજીની ૭૬મી દિક્ષા-જયંતિ તથા મધુર વ્‍યાખ્‍યાની બા.બ્ર.પૂ.શ્રી રંજનબાઈ-પદ્માબાઈ મહાસતીજીની ૬૦મી સ્‍વરકિન્નરી બા.બ્ર.પૂ.શ્રી સોનલબાઈ મહાસતીજીની ૪૫મી સ્‍વાધ્‍યાય પ્રેમી બા.બ્ર.પૂ.શ્રી મિનળબાઈ મહાસતીજીની ૩૪મી દિક્ષા જયંતિની આજે ભવ્‍યાતિભવ્‍ય વૈરાગ્‍યપ્રેરક ધર્મધ્‍યાનથી ધમધમતો સમારોહ સંપન્ન થયેલ.

જેમાં દરેકને પૂણ્‍ય શ્રાવકની ત્રિરંગી સામયિક વ્‍હાઈટ ડ્રેસ કોડ સાથે સાધ્‍વીજીના ડ્રેસની કોમ્‍પીટીશન સાથે સપ્‍તરંગી જાપ સંયમના સંગીતની સૂરાવલી ત્‍યારબાદ બપોરે બધાને પૂજ્‍ય મોટા મહાસતીજીના પરમ ભકતો તરફથી અમૃત ભોજન-જાપમાં બેસનાર દરેકને રૂા.૧૫૦/ પ્રભાવના આપવામાં આવેલ હતી.

આ પ્રસંગે કાલે તા.૨૦ના સ્‍વધર્મી બંધુઓને અન્નદાન, ઔષધદાન, અનુકંપાદાન વગેરે માનવ સેવાના અનેક કાર્યો કરવામાં આવશે.

બા.બ્ર.પૂ. રંજનબાઈ મહાસતીજી તથા પદ્માબાઈ મહાસતીજીને આજે ૫૯ વર્ષ સંયમના પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ. બંને સાધક બેલડીનું જીવન સરળતા, નિખાલસતા, નિરાભિમાનતા, સેવા વયાવચ્‍ચનો મુખ્‍ય ગુણ રહેલો છે.

આજે ૬એ મહાસતીજીની દિક્ષા જયંતીની ભવ્‍યાતિભવ્‍ય દબદબાભરી ઉજવણી સમારોહ સંપન્ન. આ સાથે નાના ઈન્‍દુબાઈ મહાસતીજીની ૬૬મી દિક્ષા જયંતીની પણ સાથે ઉજવણી કરાઈ હતી. તેમનું જીવન પણ સમતા સિંધુ હતું.

આ પ્રસંગે સંઘના પદાધિકારીએ દાતાઓ, શ્રેષ્‍ઠીવર્યો, સોનલ સેવા મંડળ સખી ગ્રૃપ, સાહેલી મંડળ, સહારા ગ્રૃપ બધાએ ખાસ હાજરી આપી શુભેચ્‍છા પાઠવી હતી. 

(3:28 PM IST)