News of Thursday, 19th February 2026
રાજુલાના ભેરાઇ ચોકડી નજીક ઓટો રિક્ષામાં બ્રેક ફેલ થતા પલ્ટી મારી: રિક્ષામાં સવાર 8 લોકો ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્ત તમામ લોકો શિયાળ બેટ ગામના રહેવાસી: રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારની 108ની મદદથી તમામ લોકોને હોસ્પિટલ ખસેડાયા

ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. રાજુલાના ભેરાઇ ચોકડી નજીક ઓટો રિક્ષામાં બ્રેક ફેલ થતા પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 8 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે. ઈજાગ્રસ્ત તમામ લોકો શિયાળ બેટ ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારની 108ની મદદથી તમામ લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની ઘટના બાદ પોલીસ તપાસ હાથ ધરી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
