News of Thursday, 19th February 2026
જૂનાગઢના માંગરોળમાં શિક્ષકની નિર્દયતા: ધો -8ના વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો
રોષે ભરાયેલા વાલીઓએ જવાબદાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ

જૂનાગઢના માંગરોળમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની શરમજનક ઘટના સામે આવી છે. બામણવાડા ગામના એક શિક્ષકે સામાન્ય બાબતે ધોરણ-8 માં ભણતા 13 વર્ષના વિદ્યાર્થીને એટલી હદે નિર્દયતાથી માર્યો કે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ જવાબદાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. હાલ આ મામલે શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
