હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 20th February 2026
કચ્છના પૂર્વ ધારાસભ્યની ડ્રાઈવર વિરુદ્ધ ચોરીની ફરિયાદ
કારમાંથી ૪૦ હજાર સેરવ્યા, અગાઉ ATM કાર્ડથી ૮૦ હજાર ઉપાડી લીધા : પંકજ મહેતાએ પોતાના ડ્રાઇવર વિરુદ્ધ ચોરીની ફરિયાદ લખાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ પોતાના ડ્રાઇવર વિરુદ્ધ ચોરીની ફરિયાદ લખાવી છે. ગત ૧/૨ થી ૫/૨ વચ્ચે ડ્રાઇવર મનસુખ છગનલાલ દરજીએ કારમાં રાખેલ બેગમાંથી રૂપિયા સેરવી લીધા હતા. જોકે, શરૂઆતમાં પૂછપરછ દરમ્યાન અજાણતા દર્શાવનાર ડ્રાઇવર મનસુખ દરજી સીસી ટીવીમાં બેગ લઈ જતા દેખાયા હતા બાદમાં ચોરીની કબૂલાત કરી માફી માંગી. આથી અગાઉ ૮ વર્ષ પૂર્વે ATM કાર્ડથી ૮૦ હજાર ઉપાડી ચોરી કરી હોઈ એમના ઉપર શક હોઈ એ આધારે સીસી ટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
