સાવરકુંડલા યાર્ડમાં પ હજાર મેટ્રીક ટન ક્ષમતાવાળા ગોડાઉનનું અમિતભાઇ શાહના હસ્તે ઇ-ખાતમુહુર્ત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા , તા., ૨૦ : સાવરકુંડલા માર્કેટયાર્ડ માટે સરકારશ્રીએ રૂપિયા ૩.૬૭ કરોડના ખર્ચે ૫૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કામ મંજૂર કરતાં આ ગોડાઉનનું ઈ-ખાતમુહૂર્ત ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આજ રોજ કરેલ. તે માટે માર્કેટયાર્ડમાં તાલુકાના વિવિધ ગામો અને શહેરમાંથી વિશાળ સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ, માર્કેટયાર્ડ વેપારી મંડળના સભ્યો, માર્કેટયાર્ડના અને અન્ય સહકારી સંસ્થાના ડાયરેક્ટરો, સહકારી મંડળીના પ્રમુખો અને મંત્રીશ્રીઓની વિશાળ હાજરી વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના માર્ગદર્શન હેઠળ ત્વરિત ગતિએ સમગ્ર કાર્યક્રમનું આયોજન એપીએમસી માં કરવામાં આવતા માર્કેટયાર્ડના વિશાળ શેડમાં ફૂલ સાઈજની એલ.ઈ.ડી. સ્ક્રીન, કેમેરા, બેનર્સ વિગેરે સુવિધા વચ્ચે ઉપસ્થિત વિશાળ જનસભાએ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધેલ. હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાથી ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ આ પ્રસંગે સંદેશો પાઠવી શુભેચ્છા આપેલ છે.
આ કાર્યક્રમમાં વા.ચેરમેન મહેશભાઇ લાખાણી, નગર પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગૌદાની, લાલભાઇ મોર, તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ ડોબરિયા, પૂર્વ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, પ્રતિકભાઈ નાકરાણી સહિત સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારશ્રીઓ, શરદભાઈ પંડયા, પરાગભાઈ ત્રિવેદી, અરવિંદભાઇ માંગુકિયા, કેશુભાઈ વાઘેલા, દેવચંદભાઈ કપોપરા, કરશનભાઇ ડોબરિયા, સુરેશભાઇ ગજેરા, રાઘવભાઈ સાવલિયા સહિત અગ્રણીશ્રીઓ, એ.પી.એમ.સી. સાવરકુંડલા અને તાલુકા સંઘના ડિરેક્ટરશ્રીઓ મહેશભાઇ કાછડિયા, જસુભાઈ ખુમાણ, ચેતનભાઈ માલાણી, આર.વિ.રાદડીયા, બાબુભાઇ માલાણી, અતુલભાઈ રાદડીયા, અશ્વિનભાઈ માલાણી, મનસુખભાઇ દેસાઇ, બટુકભાઈ રુપારેલિયા, મહેશભાઇ જેબલીયા, ધીરુભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, નગર પાલિકા સદસ્યશ્રીઓ, જિલ્લા રજીસ્ટ્રર કચેરી અમરેલીના સહકારી અધિકારી ચિરાગભાઈ બારડ, અને મિતભાઈ ભદ્રેશ્વરાં, એ.પી.એમ.સી. સાવરકુંડલા સેક્રેટરી અને તાલુકા સંઘના મેનેજર અને સ્ટાફગણ, તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ અને સભ્યો સહિત તાલુકાના ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સફળ બનાવવા માર્કેટયાર્ડ સ્ટાફ, વેપારી મંડળ, પાર્ટી સંગઠન કાર્યકરો, નગર પાલિકાના હોદેદારો, માર્કેટ યાર્ડ અને તાલુકા સંઘના હોદેદારોએ જહેમત ઊઠવેલ હતી. (૪.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
