હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર નજીકના દરિયાઈ વિસ્તારમાં ખીજડીયાથી સચાણા જેટી સુધી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ઘનિષ્ઠ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું
આ ઉપરાંત મરીન ટાસ્ક ફોર્સની ટીમે જિલ્લાના તમામ દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પગપાળા ચાલીને ચેકીંગ હાથ ધર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૦ : જામનગર જિલ્લો દરિયાઈ કાંઠા વિસ્તારનો છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સર્તક રહેતી હોય છે. ત્યારે જિલ્લાના ખીજડીયાથી સચાણા જેટી સુધીના દરિયાઈ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરીને દરિયાઈ કાંઠા વિસ્તારોમાં બોટો તેમજ માછીમારો અને શંકાસ્પદોની પુછપરછ કરવામાં આવી હતી.
જ્યારે કોઈ આતંકવાદી ઘટના બને છે, ત્યારે તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો અને અત્યંત કટોકટીપૂર્ણ હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ નોર્મલ બને ત્યારે પણ પૂરતી તકેદારી રાખવી એટલી જ અગત્યની છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા દરિવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા ખીજડીયા થી સચાણા જેટી સુધી "સધન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન યોજાયું હતું.
જામનગર સેક્ટરના પો.ઈ. ડી.આર. યાદવ પો.સ.ઈ. ડી.એચ. જાડેજા સહિત મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ અને દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.. આ દરમિયાન શંકાસ્પદ ઈસમો બોટો અને અવવારૂ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. અને દરિયાકાંઠા પર સતત સતર્કતા જાળવી સુરક્ષા વધુ કડક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
